Dakshin Gujarat

વલસાડ: કમોસમી વરસાદના કારણે 45 હજાર હેક્ટરના કેરીના પાકમાં મોટા નુકશાનની ભીતિ

વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં કમોસમી વરસાદ (Rain) પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે 45 હજાર હેક્ટરથી વધુમાં લેવાતા કેરીના પાકમાં મોટા નુકશાનની ભીતિ ખેડૂતોને (Farmers) સતાવી રહી છે. ખેડૂતોને કેરીના પાકમાં ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરના અંદર અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે, ત્યારે જો પાક આવા સમયમાં નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે.

  • વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા
  • કેરીના પાકમાં ઉત્પાદન કરવા માટે નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ
  • જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ઓછું થયેલુ ફ્લાવરીંગ
  • આંબા ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પીલોવણી આવવાના કારણે કેરીનો પાક વધુ થશે નહીં

હવામાન વિભાગ દ્રારા ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતળિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં 45 હજાર હેકટરથી વધુમાં કેરીનો પાક લેવાય છે, ત્યારે વલસાડ જિલ્લામાં ઠંડી ઓછી પડવાના કારણે આંબાવાડીઓમાં ફ્લાવરીંગ ઓછું થયું હતું. જિલ્લામાં વરસાદ જો વધુ વરસે તો આંબા ઉપર લાગેલું ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. સાથે આંબાઓ ઉપર ફ્લાવરિંગની જગ્યાએ નવી પીલોવણી આવવાના કારણે કેરીનો પાક વધુ થશે નહીં. ખેડૂતોને બજારમાં યોગ્ય પ્રમાણમાં કેરીનો ભાવ મળશે નહીં. જેના કારણે ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે.

Most Popular

To Top