Business

વલસાડ હાઈવે ઉપર પરિવાર કાર ચાલુ રાખી ઊંઘી ગયો ને એન્જિનમાં આગ લાગી ગઈ

વલસાડ : દિલ્હીથી (Delhi) મુંબઇ (Mumbai) કાર (Car) લઇ જતાં શેખ પરિવારને થાક લાગતાં તેઓ વલસાડ હાઇવેના (Valsad Highway ) પારનેરા સુગર ફેક્ટરી નજીક આવેલી ધ ગ્રાન્ડ પલાસ હોટલ બહાર પાર્કિંગમાં (Parking) કાર ચાલુ રાખી અંદર પરિવારના ત્રણ સભ્યો ઊંઘી ગયા હતા. તે દરમિયાન સર્વિસ રોડ (Service Road) પરથી પસાર થતાં એક રાહદારીએ કારમાં આગ લાગી હોવાનું જોતા તેણે કારમાં સુતેલા સભ્યોને ઉઠાડ્યા હતા. તાત્કાલિક તમામ બહાર નીકળી જતા પરિવારના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગેની જાણ વલસાડ ફાયર અને રૂરલ પોલીસની ટીમને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગને કાબુમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કાર બળીને ખાક થઇ ગઇ હતી.

  • દિલ્હીથી મુંબઈ કાર લઈને જતાં પરિવારને થાક લાગતાં વલસાડ હાઈવે પર હોટલ બહાર કાર પાર્ક કરી હતી
  • આગ લાગી તેની પરિવારને જાણ ન હતી, કાર સાથે અંદર રાખેલા કપડા સહિતનો સામાન બળીને ખાખ

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં રહેતા હુસેન શેખ તેમના પરિવાર સાથે પોતાની કાર નં.એમ એચ. 01/ડી.પી.2218ને લઈ દિલ્હી ગયા હતા. દિલ્હીથી પરત થતાં શુક્રવારે સવારે મુંબઈ તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વલસાડ નજીકના પારનેરા પારડી હાઇવે સુગર ફેક્ટરી પાસે ધ ગ્રાન્ડ પલાસ નામની હોટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી આરામ કરવા માટે કાર ચાલુ રાખી પરિવારના ત્રણ સભ્યો ઊંઘી ગયા હતા. દરમિયાન કારના એન્જિનમાં આગ લાગી હોવા છતાં સૂઈ ગયેલા કોઈને પણ જાણ સુદ્ધાં આવી ન હતી. જોકે આજ સમયે સર્વિસ રોડ પરથી જઇ રહેલા એક રાહદારીની નજર કાર ઉપર પડતા તેણે કાર સળગેલી જોતા તેણે તરત જ અંદર ઊંઘેલાને જગાડતા તમામ કારમાંથી બહાર નીકળી આવતા આબાદ બચાવ થયો હતો. આ ઘટના અંગે વલસાડ ફાયર બ્રિગેડ અને રૂરલ પોલીસની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે આગ ની ઘટનામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. કારમાંની અંદર રાખેલા કપડાં થતા અન્ય સામાન પણ બળી ગયો હતો. જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

Most Popular

To Top