Dakshin Gujarat

હોસ્પિટલ બહારથી બાઈક ચોરી નાસેલા ચોરને અકસ્માત નડ્યો અને તે ફરી હોસ્પિટલ પહોંચી ગયો!

વલસાડ: (Valsad) વલસાડ નજીકના ડુંગરી સરકારી હોસ્પિટલના (Hospital) કમ્પાઉન્ડમાંથી ધરમપુરનો યુવાન બાઈક ચોરી (Bike Theft) કરીને લઈને ભાગતો હતો. જેમાં હાઈવે (Highway) ઉપર તેને અકસ્માત (Accident) નડતાં બાઇક ચોરને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ વલસાડ નજીકના ઉટડી ડીપી ફળિયામાં રહેતા ચિંતન કૌશિક પટેલ પારડી રેમન્ડ કંપનીમાં નોકરી કરે છે. તે મોટરસાયકલ ડુંગરી સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં પાર્ક કરીને નોકરી ઉપર ગયો હતો. ત્યારે કોઈ ચોર એની મોટરસાયકલ ચોરી કરીને ભાગતો હતો, ત્યારે સરોણ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો.

  • ડુંગરીની હોસ્પિટલમાંથી બાઈક ચોરીને ભાગેલા ચોરને અકસ્માત નડ્યો
  • હાઈવે ઉપર તેને અકસ્માત નડતાં બાઇક ચોરને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
  • બાઈક અકસ્માતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બાઈક ચોરી થયાનું જણાયું

જેમાં ચોરને ઇજા થતાં સારવાર અર્થે 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન તેણે ધરમપુરના હનુમતમાળ એસુરડા ફરિયામાં રહેતા અર્જુન રામુ મહાલા હોવાનો જણાવ્યું હતું. હોસ્પિટલમાં દાખલ હોય બાઈક અકસ્માતનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જેની બાઈક હતી એની પર ફોટો જતા બાઈક ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. ડુંગરી પોલીસે અર્જુન સામે ગુનો દાખલ કરીને આગળની તપાસ કરી છે.

નવસારીના વેસ્મા ગામમાંથી ઇકો કારની ઊઠાંતરી
નવસારી : વેસ્મા ગામેથી કોઈ અજાણ્યો ચોર ઇકો કારની ચોરી કરી નાસી ગયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેસ્મા ગામે સડક ફળીયામાં યોગેશભાઈ શંકરભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહે છે. યોગેશભાઈ પાસે ઈકો કાર (નં. જીજે-21-સીસી-7021) ધરાવે છે. ગત 24મી જાન્યુઆરીએ યોગેશભાઈએ તેમની ઈકો કાર વેસ્મા ગામની હદમાં મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે નં. 48 ના સર્વિસ રોડ પર ઉભી રાખી હતી. દરમિયાન મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરે તેમની કિંમત રૂ. 50,000 ની કાર ચોરી કરી નાસી ગયો હતો. બીજા દિવસે યોગેશભાઈ તેમની કાર લેવા ગયા ત્યારે તેમની કાર દેખાઈ ન હતી. જેથી યોગેશભાઈ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા કાર જણાઈ આવી ન હતી. આ બાબતે યોગેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. જયેશભાઈને સોંપી છે.

Most Popular

To Top