Dakshin Gujarat

દારૂ લઈ જતા ચાલકે પોલીસથી બચવા કાર હંકારી અને કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ

વાપી: (Vapi) વલસાડ એલસીબીની (LCB) ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાપી લવાછા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે પીપરીયા લવાછા તરફથી આવતી કારને પોલીસે (Police) અટકાવવા માટે ઈશારો કર્યો હતો. જો કે, કારચાલક પોલીસથી બચવા માટે કાર હંકારતા ડિવાઈડર સાથે અથડાઈ હતી. બાદમાં કારચાલકે (Car Driver) ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડ્યો હતો.

  • કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરનાર કારચાલક લવાછામાં પકડાયો
  • કારચાલક પોલીસથી બચવા માટે કાર હંકારતા ડિવાઈડર સાથે અથડાઈ

કારચાલક ધીરેન્દ્રકુમાર ઓઝારામ માલી (ઉં.22, રહે. દાદરા, સેલવાસા, મૂળ રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. કારમાં તપાસ કરતા તેમાંથી પાસ પરમીટ વિનાના 27 બોક્ષમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિં.રૂ. 90 હજાર થાય છે. પોલીસે ઈ-ગુજકોપની મદદથી વાહન નંબર તપાસ કરતા નંબર ખોટો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કાર તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ.5.90 લાખનો મુદ્દામાલ કબજે કરી મયુર ઉર્ફે ડબલો અશોક તાંબેકર, સતિષ, નિકેશ ઉર્ફે રણછોડ અશોક તાંબેકર, વિનોદ અને રાજેશ ઉર્ફે રાજુ વીનુ પટેલને વોન્ટેડ જાહેર કરી વાપી ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અસુરિયા પાટિયા પાસે તાડપત્રીની આડમાં ટ્રકમાં છુપાવી લઈ જવાતો રૂ.૪૫.૧૨ લાખનો દારૂ ઝડપાયો
ભરૂચ: ભરૂચના ૭૦ કિલોમીટર લાંબા NH-૪૮ પરથી દારૂની મોટી માત્રામાં થતી હેરફેર ઝડપી પાડવા LCBએ ગોઠવેલી વોચમાં અસુરિયા પાટિયા પાસેથી ટ્રકમાંથી રૂ.૪૫.૧૨ લાખનો દારૂ પકડી પાડ્યો હતો.

ભરૂચના હાઇવે પર LCB વોચમાં હતી. ત્યારે નબીપુર હાઇવે ઉપર અસુરિયા પાટિયા પાસે MH-૧૮, BA-૫૩૫૪ નંબરની આઇસર ટ્રક સુરત તરફથી આવતાં તેને અટકાવાઈ હતી. ટ્રક ઉપર લગાવેલી લીલી તાડપત્રી હટાવી ફાડકા ખોલતાં પૂઠ્ઠાના પેલેટ નજરે પડ્યા હતા. જે પેલેટ ઉપર પ્લાસ્ટિક વડે રેપિંગ કરી નીચે છુપાવેલી દારૂની પેટીઓ મળી આવી હતી. LCBએ રૂ.૪૫.૧૨ લાખનો દારૂ, ટ્રક, મોબાઈલ, રોકડા મળી રૂ.૪૮.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. MPના ઇન્દોરના ટ્રકચાલક અંતરસિંહ લક્ષ્મણસિંહ ભાભરની ધરપકડ કરી ઇન્દોર દાદા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્રથી દારૂની પેટીઓ ભરી વડોદરા તરફ કોને મોકલવાનો હતો એ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top