Gujarat

માહિતી વિભાગ માટે બજેટમાં 185.55 કરોડની જોગવાઈ

ગાંધીનગર: આજે વિધાનસભામાં માહિતી વિભાગની 185.55 કરોડની અંદાજપત્રીય જોગવાઈ પસાર કરાઈ હતી. માહિતી વિભાગની (Information Section) માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા સીનીયર કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ‘ગુજરાત મારો આત્‍મા, ભારત મારો પરમાત્મા’ મંત્રને માહિતી ખાતાની અસરકારક અને પરિણામલક્ષી પ્રચાર પ્રસારની કામગીરીથી રાજ્ય સરકારે સુપેરે સિધ્ધ કર્યો છે.તેમણે કહયું હતું કે પ્રચાર-પ્રસારના સાધનોનો સમૂચિત ઉપયોગ કરીને રાજ્યનું માહિતી ખાતું જનતાને વિકાસલક્ષી યોજનાઓ અને રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાણકારી લોકોને સમયસર, ઝડપથી અને વિશ્વસનીય રીતે પૂરી પાડે છે.

તેમણે કહ્યું હતું કે સત્યને તોડી મરોડીને જનતાને ગુમરાહ કરતાં અને ખોટા મુદ્દા ઊભા કરી કાગારોળ મચાવતાં તક સાધુઓની મનધડંગ વાત સામે માહિતી વિભાગે હંમેશા જનહિતલક્ષી સત્ય રજૂ કરીને ડંકાની ચોટ ઉપર જડબાતોડ જવાબો આપ્યા છે. માહિતી વિભાગે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમોનો યોગ્ય ઉપયોગ કરીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે મૂકી છે. આ ઉપરાંત કુદરતી આફતોના સમયે પણ માહિતી ખાતાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો અસરકારક અને પરિણામલક્ષી ઉપયોગ કરીને બચાવ, રાહત અને સહાયની કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપે છે.

Most Popular

To Top