World

સત્તાવાળાઓ રસીને લીધે આડઅસર થઈ છે કે પછી રસીને લીધે મૃત્યુ થયું છે એ ક્યારેય નહીં સ્વીકારે

અમેરિકામાં ‘વેક્સિન એડવર્સ ઈવેન્ટ રિપોર્ટિંગ સિસ્ટમ (વાએર્સ)’ નામની એક સરકારી સંસ્થા છે. જેમણે રસી લીધી હોય અને એમને કોઈને આડઅસર થાય કે મૃત્યુ થાય તો એની જાણ આ સંસ્થાને કરી શકાય છે. આ સંસ્થા રસી વિશે તપાસ કરતી નથી પણ રસીની સલામતી પર ધ્યાન રાખે છે. 1990થી આ સંસ્થા અસ્તિત્વમાં છે. હવે અમેરિકામાં કોરોનાની રસી આપવાની શરૂઆત થઈ છે અને લોકો પણ આ રસીની આડઅસર અને મૃત્યુ વિશે વાએર્સને જાણ કરી રહ્યા છે. વાએર્સના આંકડા અનુસાર ફાઈઝર અને મોડેર્નાની કોરોનાની રસીને લીધે અમેરિકામાં 1,600થી વધુનાં મૃત્યુ થયાં છે. ભારતના આંકડાઓ મુજબ ભારતમાં કોરોનાની રસીથી 180 નાગરિકોનાં મરણ થયાં છે.
વિશ્વભરના હેલ્થ એક્સ્પર્ટ્સનું કહેવું છે કે કોરોના સામે રસી એ અકસીર ઉપચાર છે. રસી પણ ગણતરીના સમયમાં તૈયાર થઈ. એને જલદી તૈયાર કરવા અખતરાના અમુક તબક્કા પડતા પણ મૂકવામાં આવ્યા. રસી સલામત છે કે નહીં એનો પૂરતો અભ્યાસ પણ ન થયો. રસી બજારમાં આવી કે વિશ્વનો સૌથી પહેલો ડોઝ 14 ડિસેમ્બરના અમેરિકામાં એક જણને આપવામાં આવ્યો. રસી આપવાના કાર્યક્રમને ધીરે ધીરે વેગ મળ્યો. શરૂઆતના આંકડા એવું સૂચવે છે કે આપણે ઉતાવળે રસી બજારમાં મૂકી મોટી ભૂલ કરી છે. અમેરિકામાં અત્યારે લગભગ દસ કરોડ લોકોને રસી આપવામાં આવી છે.
વાએર્સ સંસ્થાના આંકડા અનુસાર .0003 ટકા લોકોનું રસીને કારણે અવસાન થયું છે. પણ આ મૃત્યુનો આંકડો હજી વધુ હોવો જોઈએ. વાએર્સ સંસ્થામાં જેમને રસીની આડઅસર થાય એ લોકો પોતાની રીતે પોતાનો રિપોર્ટ અપલોડ કરતા હોય છે. કોરોનાની રસીથી વિશ્વમાં 0.3 ટકા લોકોનાં મૃત્યુ થયાં હોવાનો અંદાજ છે. ટકાવારીના હિસાબે કોરોનાની રસીથી અમેરિકામાં કમ સે કમ 32,740 લોકોનાં મૃત્યુ થયાં હોવાં જોઈએ. અમેરિકામાં આ આંકડો વસતિના પ્રમાણમાં 0.16 ટકા છે. એટલે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કોરોના વાઈરસ કરતાં કોરોનાની રસી વધુ ખતરનાક છે? રોગ કરતાં રસીથી વધુ લોકો મરે છે? વાસ્તવમાં આ રસીને જલદી તૈયાર કરવી, એને તાબડતોબ મંજૂરી આપવા પાછળનો ઉદ્દેશ લોકોનો જીવ બચાવવાનો હતો. એ પાછળ લોકોના અબજો ડૉલરનો વેડફાટ કરવામાં આવ્યો પણ વાસ્તવમાં રસી જીવ બચાવવાને બદલે જીવ લેતી હોવાનું પુરવાર થયું છે.
આરોગ્યના નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં કોરોનાનો મૃત્યુદર વધુ હોવા પાછળ ઘણાં કારણો છે. એક તો જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને પછી એની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો સમાવેશ કોરોનાના દરદીમાં કરવામાં આવે છે. 94 ટકા લોકોનાં મોત માટે એમની સહબીમારી કારણભૂત હોય છે. ટૂંકમાં, મૃત્યુની ગણતરીની ખોટી રીતને કારણે મૃત્યુદર વધ્યો છે. અમેરિકામાં કાર એક્સિડન્ટ, ડૂબવાથી અને પ્રિમેચ્યૉર જન્મથી જેમનાં મૃત્યુ થાય છે એમની ગણતરી પણ કોરોનાથી મૃત્યુની યાદીમાં થાય છે. આનો મતલબ એ છે કે અમેરિકામાં કોરોનાના ચેપને કારણે અંદાજે .03 ટકાનાં મોત થયાં છે, જ્યારે રસીને લીધે 0.16 ટકા લોકોનાં મૃત્યુ થયાં છે. ટૂંક સાર એ છે કે વાઈરસ કરતાં રસી વધુ જીવલેણ સાબિત થઈ છે. અમેરિકામાં રોજ 22 લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે. અમેરિકામાં રોજ 45 હજાર કોરોનાના નવા કેસ નોંધાય છે અને એની સરખામણીમાં 50 ગણા લોકોને અમેરિકામાં રસી આપવામાં આવે છે. કોરોનાની રસી લેનારાઓમાંથી .05 ટકા લોકોનાં મૃત્યુ થાય છે, જ્યારે કોરોનાના ચેપને કારણે .03 ટકા લોકોનાં મૃત્યુ થાય છે. કોરોનાના મૃત્યુદર કરતાં આ આંકડો 81 ગણો વધુ છે. આ તો મૃત્યુની વાત થઈ. કોરોનાની રસીની આડઅસર પણ ભયંકર છે. જેમને આડઅસર થાય છે એમના પર એની શારીરિક અને માનસિક અસર પણ કાયમ રહે છે. અમેરિકામાં પાંચ માર્ચ સુધી 265 સગર્ભાઓ પર રસીની આડઅસર થઈ હતી. 56 સગર્ભાને કસુવાવડ થઈ હતી અને એમણે બાળકને વહેલો જન્મ આપી દીધો હતો. અમેરિકામાં રસીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે અને જે રસી મંજૂર કરવામાં આવી છે એમાંથી એકેયની અસર સગર્ભાઓ પર શું પડશે એ ચકાસવામાં આવ્યું નથી. આમ છતાં પ્રશાસન સગર્ભાઓને પણ રસી લેવાની ફરજ પાડી રહ્યું છે.
કોરોનાની રસીની આડઅસર અને મૃત્યુનું આ ઉદાહરણ તો રૂંવાડાં ઊભાં કરી દે એવું છે. અમેરિકામાં કાસિદી કુરીલ નામની યુવતી એકદમ સ્વસ્થ હતી. એને કોઈ બીમારી પણ નહોતી. એણે રસીનો બીજો ડોઝ લીધો એના ચાર દિવસ પછી એનું મૃત્યુ થયું હતું. બીજા ડોઝ પછી તરત જ એની તબિયત લથડી હતી. જ્યાં ઈન્જેકશન લીધું એ ભાગ સૂજી ગયો હતો. એ પ્રવાહી પણ બહુ પીવા લાગી હતી, પણ એનો પેશાબ બંધ થઈ ગયો હતો. એની તબિયત એકદમ લથડી એ દિવસે વહેલી સવારે એણે પિતાને હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. હૉસ્પિટલમાં એને દાખલ કરવામાં આવી એના 30 કલાક બાદ એનું પ્રાણપંખેરું ઊડી ગયું. જો કે ડૉક્ટરોએ રસીને કારણે એનું મોત થયું હોવાની શક્યતા નકારી કાઢી. અમેરિકા હોય કે બીજો દેશ હોય, ત્યાંના સત્તાવાળાઓ રસીને લીધે આડઅસર થઈ છે કે પછી રસીને લીધે મૃત્યુ થયું છે એ ક્યારેય નહીં સ્વીકારે. અખતરા પણ પૂરા ન થયા હોય એવી આ રસીની અસરકારકતા વિશે લોકો હજી અંધારામાં છે અને રહેશે. લોકોને આ રસીમાં વિશ્વાસ નથી. લોકોને સત્તાવાળાઓમાં પણ વિશ્વાસ નથી. આ સત્તાવાળાઓએ રસીના કરોડો ડોઝ આવતા બે મહિનામાં આપવાના છે. જો રસીને કારણે મોત થાય તો સરકાર તેનું વળતર ચૂકવવા પણ તૈયાર નથી.

Most Popular

To Top