Gujarat

મેગા ડ્રાઈવથી વ્યાજખોરોમાં એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે

ગાંધીનગર: વિધાનસભામાં વ્યાજખોરો (Usury) સામેની ઝુંબેશ અને રાજ્યમાં યોજતા લોકદરબાર અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શરૂ થયેલી આ મેગા ડ્રાઈવથી (Mega Drive) વ્યાજખોરોમાં એક સંદેશ સ્પષ્ટ થઇ ગયો છે કે, આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત (Gujarat) છોડવું પડશે. રાજ્યમાં ૦૫-૦૧-૨૦૨૩થી શરુ થયેલી અનધિકૃત વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશના પરિણામે રાજ્યના અનેક નાગરીકો વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર આવ્યા છે. વધુમાં વધુ લોકોને વ્યાજ અને વ્યાજખોરોના બોજમાંથી બહાર લાવી શકાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૩૫૦૦ જેટલા લોકદરબાર યોજાયા છે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં જ અત્યાર સુધીમાં કુલ ૧૭૪ લોકદરબાર યોજવામાં આવ્યા છે, જેમાં ૧૪,૨૬૦ નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત પોલીસના ૧૬૯૨ અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળ્યા છે. નવસારી જિલ્લામાં પણ અત્યાર સુધીમાં ૧૪ લોકદરબાર યોજવામાં આવ્યા છે, જેમાં પોલીસના ૨૦૫ અધિકારીઓએ ૧૭૦૮ જેટલા નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

Most Popular

To Top