National

યુપીમાં 4 હિન્દુ પરિવારોને લાલ કપડામાં લપેટીને મોકલવામાં આવ્યો પત્ર, મળી ધમકી

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) રામપુરના શાહબાદ વિસ્તારમાં તહસીલના અનુભવ ગામમાં રહેતા ચાર હિન્દુ પરિવારોને (Family) ધમકીભર્યા પત્રો (Letter) મળ્યા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ પરિવારને મળેલો આ પત્ર લાલ કપડામાં (Red Cloth) લપેટીને મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં ચાર પરિવારોના નામ લખવામાં આવ્યાં હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પત્ર પર ISISનું નામ પણ લખવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે. આ સાથે લખવામાં આવ્યું છે કે જો તેમની માંગ પૂરી નહીં કરવામાં આવે તો તેઓ આખા ગામમાં ઝેરી ગેસથી હુમલો કરશે. આ આખો પત્ર ઉર્દૂ, અરબી અને અંગ્રેજી ભાષામાં લખાયવામાં આવેલો છે.

  • રામપુરના 4 હિન્દુ પરિવારોને મળી ધમકી
  • ઝેરી ગેસથી પરિવાર તેમજ ગામના લોકોને મારી નાખવાની ધમકી મળી
  • ઉર્દૂ, અરબી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવી છે ધમકી, ઉપરાંત ISISનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

ઉત્તર પ્રદેશના રામપુર શાહબાદ વિસ્તારના અનુભવ ગામમાં રહેતા ચાર હિન્દુ પરિવારોને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. આ પત્ર ઉર્દૂ, અરબી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યો છે. આ પત્ર પર ISISનું નામ પણ લખવામાં આવ્યું છે. પત્ર મળ્યા બાદ પરિવારજનો તેમજ ગામજનોમાં ભયનો માહોલ છવાય ગયો છે. આ પત્રમાં એક નકશા અને પેન ડ્રાઈવનો પણ ઉલ્લેખ છે અને જણાવવામાં આવ્યું છે કે જો આ બે વસ્તુઓ તેઓને નહીં મળશે તો તેઓ ગામ પર સરીન ગેસથી હુમલો કરશે. જણાવી દઈએ કે સરીન એ જ ગેસ છે જેનાથી સીરિયાના દમાસ્કસમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ ગેસથી માણસ 15 મિનિટમાં મરી જાય છે. તે સાયનાઈડ કરતા પણ વધુ ખતરનાક હોવાનું કહેવાય છે. પત્ર મળ્યા બાદ હવે સ્થાનિક પોલીસ તેમજ ગુપ્તચર એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

Most Popular

To Top