Dakshin Gujarat

જમીન બચાવો, વૃક્ષારોપણના સંદેશ સાથે ભારત ભ્રમણ પર નીકળેલા સાઇક્લિસ્ટનું સ્વાગત કરાયું

ભરૂચ: ઉત્તર પ્રદેશથી સાઇક્લિંગ પર ભારત ભ્રમણ પર નીકળેલા પ્રદીપ યાદવ ભરૂચ આવી પહોંચતાં તેનું ભરૂચમાં આવી પહોંચ્યા હતા.જમીન બચાવો અને વૃક્ષારોપણના સંદેશ સાથે ઉત્તરપ્રદેશથી ભારત ભ્રમણ માટે સાઈકલ યાત્રા પર નીકળેલી પ્રદીપ યાદવ 13 રાજ્યના 24,000 કિલોમીટરની સાઈકલ યાત્રા કરીને ભરૂચ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જે જિલ્લા વિશ્રામગૃહ ખાતે આવી પહોંચ્યો હતો. જેનું ભરૂચના સાઇકલિસ્ટ સ્વેતા વ્યાસ અને નિલેશ ચૌહાણે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જે સાઇકલ યાત્રીએ ટૂંકું રોકાણ કરી ભરૂચથી એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે અને ત્યાંથી રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને લેહ લદાખમાં પણ સાઇક્લિંગ દ્વારા જમીન બચાવો તથા વૃક્ષારોપણ બાબતે લોકોમાં જન જાગૃતિ ફેલાવશે. ખાસ કરીને ‘એક વૃક્ષ, એક મિત્ર’ સૂત્રને સાકાર કરવા માટે પર્યાવરણપ્રેમીઓએ અવરનેસ માટે નીકળી પડ્યા છે.

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ડી.આર.પટેલ ‘સ્કોચ’ એવોર્ડથી સન્માનિત
વ્યારા: ભાવનગર જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને હાલ તાપી જિલ્લામાં ફરજ બજાવતા ડી.આર.પટેલને ‘સ્કોચ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રના વિકાસ માટેની મહત્ત્વપૂર્ણ કામગીરી કરનાર ઈજનેરોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ભાલ વિસ્તાર કે જે નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાઇ રહેતું હતું. તેથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ તેમની કુનેહ અને રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે તેમણે ભાલ વિસ્તારમાં પાણી ભરાતાં વિસ્તારમાંથી પાણી વહન કરતી એક અલગથી ચેનલ તૈયાર કરીને આ ભરાયેલા પાણીના નિકાલની અલગથી વ્યવસ્થા ગોઠવી હતી.

ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છૂટકારો
પોતાના ઇજનેરી કૌશલ્યથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો ગુડ ગવર્નન્સથી ઉકેલ લાવવા માટે આ ‘સ્કોચ’ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી પટેલ સંભવત આ ભાવનગર જિલ્લાના પ્રથમ વ્યક્તિ કે પ્રથમ અધિકારી છે કે જેમણે રાષ્ટ્રના આ ગૌરવવંતા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.ઉપરાંત તેમની નિગરાની હેઠળ સુજલામ સુફલામ જળ અભિયાન-2021 અંતર્ગત વહીવટી વિભાગના સહયોગથી અને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી માર્ગદર્શન હેઠળ ડિસિલ્ટિંગનાં કામો હાથ ધરી ભાવનગર જિલ્લામાં પાણીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટેના તનતોડ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

કોરોના વોરિયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ
પટેલને આ અગાઉ પણ વહીવટી તંત્ર દ્વારા અને જળસંપત્તિ વિભાગમાંથી એવોર્ડ વડે સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેઓને વર્ષ-૨૦૧૯માં સુજલામ સુફલામની બેસ્ટ કામગીરી, વર્ષ-૨૦૧૯માં સિંચાઈ વિભાગમાં ટીમ લીડર તરીકે ભાલ વિસ્તારનાં કામોને ટેક્નિકલ સહયોગથી પાણી નીકાલની કામગીરી, વર્ષ-૨૦૨૦માં ભાવનગરમાં કોરોના વોરિયર્સ તરીકે વહીવટી તંત્રનું અભિન્ન અંગ બની કોરોનાની કામગીરી માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. આમ, કુશળ ઇજનેરી કૌશલ્યના ક્ષેત્રમાં પોતાની જવલંત સિદ્ધિઓના સથવારે ભારત દેશના પ્રતિષ્ઠિત એવા સ્કોચ એવોર્ડથી સન્માનિત થઇને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

Most Popular

To Top