SURAT

પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસ-હિસાર અને ઉધના-મેંગલુરુ વચ્ચે તહેવારને ધ્યાને લઇ વધુ બે જોડી ટ્રેન દોડાવાશે

સુરત: મુસાફરોની (Passengers) સુવિધા માટે અને તહેવારોને (Festivals) ધ્યાને લઇ પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ-હિસાર અને ઉધના- મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા (Rent) પર 2 જોડી સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો (Special Train) ચલાવવાનું નક્કી કર્યું છે.

બાંદ્રા ટર્મિનસ – હિસાર (સાપ્તાહિક) સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા ઉપર 10 ટ્રીપમાં ચાલશે. આ ટ્રેન દર મંગળવારે 21.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22.25 કલાકે હિસાર પહોંચશે. આ ટ્રેન 18 ઓક્ટોબર 2022 થી 15 નવેમ્બર 2022 સુધી ચાલશે. એજ રીતે, હિસાર – બાંદ્રા ટર્મિનસ દર ગુરુવારે હિસારથી રાત્રે 00.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર, 2022 થી 17 નવેમ્બર, 2022 સુધી ચાલશે. આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ જંક્શન, વડોદરા જંક્શન, દાહોદ, રતલામ જંક્શન, કોટા જંક્શન, સવાઈ માધોપુર જંક્શન, દુર્ગાપુરા, જયપુર જંક્શન, ચોમુની સમોદ, રિંગાસ જંક્શન, શ્રીમાધોપુર, નીમ કા થાણા, નારનૌલ, બંને દિશામાં દોડશે. રેવાડી જંક્શન, ચરખી દાદરી, ભિવાની જંક્શન. અને હાંસી સ્ટેશનો પર રોકાશે. તેમજ ઉધના – મેંગલુરુ સુપરફાસ્ટ (સાપ્તાહિક) વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનની 4 ટ્રીપ રહેશે.

આ ટ્રેન ઉધનાથી દર રવિવારે રાત્રે 8 વાગ્યે કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે સાડા છ વાગ્યે મેંગલુરુ પહોંચશે. આ ટ્રેન 23 અને 30 ઓક્ટોબરે દોડશે. તેમજ મેંગલુરુ-ઉધના દર સોમવારે મેંગલુરુથી 20.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.15 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 24 અને 31 ઓક્ટોબરે દોડાવાશે. , 2022ના રોજ દોડશે. આ ટ્રેન વલસાડ, વાપી, પાલઘર, વસઈ રોડ, પનવેલ, રોહા, ખેડ, ચિપલુણ, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ, સાવંતવાડી રોડ, થિવીમ, કરમાલી, મારગાવ, કારવાર, ગોકર્ણ રોડ, કુમતા બંને દિશામાં દોડશે. , મુરુડેશ્વર. , ભટકલ, મુકામ્બિકા રોડ બાયન્દુર, કુંડાપુરા, ઉડુપી, મુલ્કી સ્ટેશનો પર રોકાશે.

Most Popular

To Top