World

UN હેડક્વાર્ટરથી PM મોદીનું સંબોધન: “યોગ ભારતમાંથી આવ્યો, તે કોપીરાઈટ મુક્ત છે”

નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) અમેરિકાના (America) સત્તાવાર પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ છે. ભારતીય મૂળના અમેરિકનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોદી મોદીના નારા લાગી રહ્યાં છે. આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે (World International Yoga Day) અમેરિકાના લોકો પણ પીએમ મોદી સાથે યોગા કરવા માટે ઉત્સૂક છે. આ કાર્યક્રમમાં 77મી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ, કસાબા કોરોસી, અભિનેતા રિચાર્ડ ગેર, ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સ, ભારતીય રસોઇયા અને રેસ્ટોરેચર વિકાસ ખન્ના અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ જોડાય તેવી સંભાવના છે.

અમેરિકામાં યોગ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયના લેનમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ મોદીએ કહ્યું હતું કે અહીં તમામ દેશોના લોકો હાજર છે. કાર્યક્રમમાં હાજરી આપવા બદલ તમામ લોકોનો આભાર. યોગ ભારતથી આવ્યું છે અને તે જૂની પરંપરા છે. પીએમ મોદીએ વધારામાં ઉમેર્યું યોગનો અર્થ છે જોડવું. પીએમ મોદીએ કહ્યું યોગ એટલે એક થવું. યોગ કોપીરાઈટ-રોયલ્ટી અને પેટન્ટ મુક્ત છે. યોગ જીવન જીવવાની એક રીત છે. પીએમ મોદીએ કહ્યું કે યોગ ભારતમાંથી આવે છે. તમામ પ્રાચીન ભારતીય પરંપરાઓની જેમ તે પણ જીવંત અને ગતિશીલ છે. યોગએ જીવનનો એક માર્ગ છે. તે વિચાર અને કાર્યમાં સચેત રહેવાનો એક માર્ગ છે. તે પોતાની જાત સાથે, અન્ય લોકો સાથે અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાની રીત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણે યોગની શક્તિનો ઉપયોગ માત્ર સ્વસ્થ, ખુશ રહેવા માટે જ નહીં પરંતુ પોતાની જાતને અને એકબીજા પ્રત્યે દયાળુ બનવા માટે પણ કરવો જોઈએ. તેમણે કહ્યું મિત્રતા, શાંતિપૂર્ણ વિશ્વ, સ્વચ્છ, હરિયાળા અને લાંબા ભવિષ્ય માટે પણ યોગની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યના ધ્યેયને સાકાર કરવા હાથ મેળવીએ.

વિશ્વ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે મનાવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકત્ર થયું
લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે યોગ તમારી ઉંમર, જાતિ અને ફિટનેસ તમામ સાથે બંધબેસી જાય છે. તેમણે કહ્યું ગયા વર્ષે સમગ્ર વિશ્વ 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે મનાવવાના ભારતના પ્રસ્તાવને સમર્થન આપવા માટે એકત્ર થયું હતું. બાજરી એક સુપરફૂડ છે. તે આરોગ્ય વર્ધક છે અને પર્યાવરણ માટે પણ સારું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં યોગ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. આ પ્રોગ્રામે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે જેના માટે આ કાર્યક્રમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યોગ સત્રમાં વિવિધ દેશો સામેલ હતા.

પીએમ મોદીએ આ આસનો કર્યા

  • ઊંટ આસન
  • ઉત્તન શિશુનાસન
  • ભુજંગ આસન
  • પવન મુક્ત બેઠક
  • શબની મુદ્રા
  • ભદ્રાસન

Most Popular

To Top