Charchapatra

પ્રત્યારોપણ

આધુનિક વિજ્ઞાનને કારણે માનવશરીરમાં અંગોનું પ્રત્યારોપણ શકય બન્યું છે. જે માનવજીવન માટે ઉપકારક બન્યું છે. ચાલો સારી વાત છે. વૃક્ષો માટે પણ તેમ કરી શકાય છે. કેટલીક જાગૃત સેવા સંસ્થાઓ આ બાબતે કાર્યરત છે. કોઈ પણ વૃક્ષને કાપીને વિનાશ કરવા કરતાં તેની ફરતે યોગ્ય ખોદકામ કરી તેનાં મૂળિયાં સાથે કાઢી આખું વૃક્ષ બીજી જગ્યાએ પ્રત્યારોપણ કરી શકાય છે. ચાલો, પર્યાવરણ જતન માટે આ વિચારનો અમલ કરીએ અને કરાવીએ. આ સમયની માંગ છે.  ‘‘વૃક્ષો સાથે કરીએ પ્રીત, જીવનની એ સાચી રીત’’ આ સુંદર સૂત્રને અપનાવીએ તો ય ઘણું!
નવસારી – કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top