National

વંદે ભારતમાં એક બીડીના કારણે થયો હોબાળો, લોકોએ જીવ બચાવવા ટ્રેનના કાચ તોડ્યા

નવી દિલ્હી: વંદે ભારત ટ્રેનમાં (Vande Bharat Train) બુધવારે એવી ઘટના ઘટી હતી કે જેનાં કારણે હલચલ મચી હતી. ટ્રેનમાં સવાર એક યાત્રિ ટોયલેટમાં (Toilet) બેસીને બીડી (Bidi) પી રહ્યો હતો જેનાં કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે તિરુપતિ-સિકંદરાબાદ જતી વંદે ભારત ટ્રેનમાં સવાર એક યાત્રિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યકિત ટ્રેનના ટોયલેટમાં બેસીને બીડી પી રહ્યો હતો જેનાં કારણે ફાયર એલાર્મ વાગ્યો હતો. એલાર્મ વાગતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં ગભરાટનું વાતાવરણ થઈ ગયું હતું અને તેઓએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનના કાચ તોડી નાંખ્યાં હતા.

  • આરોપી યાત્રિ ટિકિટ વગર આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો
  • વ્યકિત ટ્રેનના ટોયલેટમાં બેસીને બીડી પી રહ્યો હતો

ધુમ્રપાન કરનાર વ્યકિત ટ્રેનના C-13 કોચમાં ચઢ્યો હતો. અને બીડી પીવા તેણે ટોયલેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. આ ધટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રેનના C-13 કોચમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત લોકો પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી ઉતરી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. કોચમાં ધુમાડનાં કારણે કશું દેખાઈ નથી રહ્યું. તેમજ આવી સ્થિતીમાં એક મહિલા કહેતી સંભળાય છે, ‘ખબર નથી શું થયું છે.’ વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનના કાચ પણ તૂટી ગયા છે. એવું માનવામાં આવે છે કે ધુમાડો જોઈને મુસાફરો ડરી ગયા, તેમને લાગ્યું કે ટ્રેનમાં આગ લાગી છે અને તેઓએ પોતાના જીવ બચાવવા માટે ટ્રેનનાં કાચ તોડી નાખ્યા હતાં.

આરોપી યાત્રિની નેલ્લોરમાં રેલ્વે પોલીસે ધરપકડ કરી છે અને રેલ્વે અધિનિયમ અનુસાર તેની પર કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. જાણકારી મળી આવી છે કે આરોપી યાત્રિ ટિકિટ વગર આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો.

Most Popular

To Top