Columns

આજની મેડિકલ સિસ્ટમ સ્વાર્થી અને શક્તિશાળી તત્ત્વોની ગુલામ છે

એલોપથી સિસ્ટમ આજે સૌથી મોટી રોજીદાતા છે અને દેશના લગભગ દરેક ઘરમાં એક સભ્ય એવો છે જે તેનો પગાર અથવા કારોબાર આ ક્ષેત્રમાંથી મેળવે છે. તેથી વિરોધ કરવા માટે મોં ખોલવા તૈયાર હોય તેવા લોકો બહુ ઓછા મળે છે. આખી દુનિયા ‘દર્દી’બની ગઈ છે. જાહેર પ્રતિકારનો સંપૂર્ણ અભાવ અને લોકોની અંધ માન્યતાએ સિસ્ટમને ધામધૂમથી કોવિડનું તોફાન શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. જ્યારે કારણ અજાણ્યું રહે છે, ત્યારે વધુ સારાં પગલાંના બહાના હેઠળ હાથ ધરવામાં આવેલા કઠોર પગલાં ભારે નુકસાન પહોંચાડે છે. અનેક સંશોધનોએ સાબિત કર્યું છે કે કોરોના કાળમાં પ્રાયોગિક દવાઓ અને રસીઓનો ઉપયોગ, લોકડાઉન અને માસ્ક જેવા પગલાંઓથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ હતી. પડદા પાછળ એક વિશાળ સંપત્તિની હેરફેર જોવામાં આવી હતી, જેને કારણે શ્રીમંતો અતિશ્રીમંત બન્યા હતા. આજ કારણ છે કે આ મહામારીને ‘પેન્ડેમિક’નહીં પણ ‘પ્લેન્ડેમિક’(આયોજિત મહામારી) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આધુનિક દવાઓ લોકોને વૈશ્વિક માંદગી તરફ દોરી રહી છે. તેનું મૂળભૂત કારણ એમ છે કે પ્રાચીન આરોગ્ય પ્રણાલીના આધારે જે આધુનિક દવાઓ ઉપર સંશોધનો થયા છે તે દવાઓ એલોપથીને મંજૂર નથી અને તે સંશોધનો મુજબની દવાઓ બનાવવમાં આવતી નથી. જે દવાઓ બને છે તેનાથી રોગોના મૂળ સુધી નથી પહોંચી શકાતું. લોકો ઝડપથી સજા નથી થતાં અથવા સજા થઈ જાય તો ફરી પાછા બીમાર પડી જાય છે. આમ દરેક ગલીમાં એક દવાખાનું આજે હકીકત બની ગઈ છે. કોઈ પણ સરકાર પાસે એટલી નાણાંકીય વ્યવસ્થા નથી હોતી કે જેનાથી લોકોની તમામ આરોગ્યલક્ષી દવાઓની માંગ પૂરી કરી શકે.

એલોપથીના માંધાતાઓની તો એવી જ માંગ છે કે સરકારે આરોગ્ય ક્ષેત્રમાંથી પોતાનો તમામ હસ્તક્ષેપ દૂર કરવો જોઈએ. જો સરકાર તેમ કરશે તો લોકોનું આરોગ્ય ભૂખ્યા વરુઓના પંજામાં સપડાઈ જશે. આજના એલોપથી દવાઓના સમગ્ર કારોબારને ખાનગી હાથોમાં સોંપવાની ચર્ચા ચાલી રહી છે અને તેમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જેનેરીક દવાઓને પણ સામેલ કરી લેવાની માગણી છે. એટલે કે મોંઘી દવાઓને ટક્કર આપતી જેનેરીક અને સસ્તી દવાઓ પણ ખાનગી કંપનીઓ જ બનાવશે. આ ગડબડમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો હોવો જોઈએ. પૃથ્વી પરના તમામ જીવનનો નાશ કરવાની ધમકી આપનાર આ ગોલિયાથનો સામનો કરવા માટે ક્યાંક ડેવિડ હોવો જોઈએ.

જો તેઓ પોતાનો જીવ બચાવવા માંગતા હોય તો વિશ્વના દર્દીઓએ ધૈર્યવાન નહીં પરંતુ અધીરા બનવું જોઈએ. પેશન્ટ નહીં પણ ઇમ્પેશન્ટ બનવું જોઈએ. જો દરેક વ્યક્તિ નિષ્ક્રિય જ રહેશે તો અણધારેલી ઘટનાઓનું બહુ મોંઘું મૂલ્ય ચૂકવવાનું થશે. પોતાની સંભાળ રાખી શકે તેવા જાગૃત વ્યક્તિ સિવાય પોતાનું રક્ષણ કરવા માટે કોઈ સમર્થ નથી. ડોકટરો અને વૈજ્ઞાનિકોએ આ સિસ્ટમની રચના કરી નથી, ન તો તેઓ તેને નિયંત્રિત કરે છે. તેઓ ફક્ત તેના નિયમો દ્વારા બંધાયેલા પ્રેક્ટિશનરો છે. જ્યારે આદેશ આપવામાં આવે છે ત્યારે તેઓ આંખ આડા કાન કરે છે.

આજની તબીબી પ્રણાલી જબરદસ્ત શક્તિશાળી અને કુટિલ તત્વોની પકડમાં છે, જેનો એજન્ડા ખુલ્લેઆમ જાહેર કરવામાં આવ્યો નથી. ‘હૂ પેન્ડેમિક ટ્રીટી’જે વર્ષ ૨૦૨૪ ના મે મહિનામાં તૈયાર થશે તે એક અત્યંત સરળતાપૂર્વક પસાર કરવામાં આવશે. આ ટ્રીટી વિશ્વને પ્રયોગશાળામાં અને દુનિયાના લોકોને પ્રયોગશાળાના ઉંદરોમાં ફેરવી નાંખશે. કોવિડ સમયના સખત અને અવૈજ્ઞાનિક પગલાં ફરજિયાત થઈ જશે તેમ જ કાયદેસર રીતે બંધનકર્તા બનશે. જે દેશો આ ટ્રીટીનો ઇનકાર કરશે તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે, દંડ કરવામાં આવશે કે પછી તેનો બહિષ્કાર કરવામાં આવશે. કોવિડના વિરોધી દેશોની શું હાલત થઈ તે તો જગજાહેર જ છે.

ડબલ્યુ. એચ. ઓ. ના નામે ઓળખાતી સંસ્થા એક બાજુ આખા વિશ્વના આરોગ્ય ઉપર પોતાની પકડ જમાવીને બેઠી છે જ્યારે બીજી બાજુ તે સમાનતા, પવિત્રતા અને દયાની ભાવનાઓ ઉપર દુનિયાને પ્રવચનો આપે છે. તેના તાબા હેઠળની અનેક સિસ્ટમ જેમકે નવીન જીન થેરાપી, નેનોબોટ્સના ઉપયોગ વડે અમરત્વ હાંસલ કરવું, શારીરિક પેશીઓ ઉપર કરવામાં આવેલી પ્રક્રિયાઓ વડે નવી વાયરલેસ સિસ્ટમોને બળતણ આપવું; જે સારવારને સરળ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય અને જનીનને બદલી શકે તેવી વેક્સિનનું સાર્વત્રિકીકરણ કરવું વગેરે નવીન પદ્ધતિઓનો તે પ્રચાર અને પ્રસાર કરે છે. તે વાર્ષિક રોગચાળા વિશે “ચિંતિત’છે પણ એ વિષે આંખ આડા કાન કરે છે કે આ ડબલ્યુ. એચ. ઓ. સંસ્થા પોતે જ એક સમસ્યા છે.

આ સમયે શું કરવું જોઈએ? સરકારોએ અને સમાજે, બંનેએ આ માથા ઉપર મંડરાતા ખતરા સામે જાગૃત થવું જોઈએ અને તાકીદે તેની સામે પગલાં લેવા જોઈએ. લોકોને આરોગ્ય અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય અભિગમની મૂળભૂત બાબતોથી વાકેફ કરવા જોઈએ. લોકોએ પોતાના સ્વાસ્થ્યના પોતે જ રખેવાળ બનવું જોઈએ. સલામત ખોરાક, ઝેર મુક્ત વાતાવરણ અને કસરત માટે જગ્યાની માંગ કરતી શક્તિશાળી લોકોની ટીમ હોવી જોઈએ. ઓછી કિંમતના નેચરોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ અને યુનાની દવાખાના વ્યાપકપણે સ્થાપિત કરવા માટે મહત્ત્વ આપવું જોઈએ. બિનજરૂરી મોંઘી ચમકદાર ફાઇવ સ્ટાર કોર્પોરેટ શૈલીના દવાખાના કે જે સરકારી લોન ઉપર ચલાવવામાં આવે છે તે બંધ થવા જોઈએ. આરોગ્યના સિદ્ધાંતો શીખવતા પુસ્તકો અને પેમ્ફલેટ્સ તમામ સ્થાનિક ભાષાઓમાં ફિઝિકલ અને ડિજિટલ માધ્યમો વડે વિતરીત થવા જોઈએ.

લોકોને તીવ્ર રોગોનું કારણ અને તેનો અર્થ શીખવવા જોઈએ. દર્દીઓને તેમના આરોગ્યને સુધારવા માટેના સ્વ ઉપચારની પધ્ધતિઓ શીખવવી જોઈએ. તે ઉપરાંત તેમણે ન્યૂનતમ દવાઓ અને મહત્તમ આરામ વડે સજા કઈ રીતે થવાય તે જણાવવું જોઈએ. કુદરતી વાતાવરણમાં જડીબુટ્ટીઓનું વાવેતર નિષ્ઠાપૂર્વક અને મોટા પાયે હાથ ધરવું જોઈએ. આપણે આપણા હર્બલ હેરિટેજને ઝડપથી ગુમાવી રહ્યા છીએ. હર્બલ, યુનાની અને હોમિયોપેથીક દવાઓનું ઉત્પાદન કરતી ફાર્મસીઓ ઉપર વધુ ધ્યાન આપી તેમને નાણાંકીય સહાય આપવી જોઈએ.

આ દરેક ઉત્પાદનોને જેનરિક મેડિસિન સ્ટોર્સમાં ઉપલબ્ધ કરાવવું જોઈએ. આરોગ્યવિષયક તાલીમોની સાથે જ્યાં પણ અવકાશ હોય ત્યાં રસોડાનું પોષણ અને હર્બલ ગાર્ડન્સને પ્રોત્સાહિત કરવા જોઈએ. પશુપાલન ઉદ્યોગને ઝેરી ઈન્જેક્શન અને હોર્મોન્સથી મુક્ત રાખવા જોઈએ. આ સંસાધનને બચાવવા અને ઉત્પાદનને નુકસાન ન પહોંચે તે માટે આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પ્રયોગોની વર્તમાન પદ્ધતિઓ બંધ કરવી જોઈએ. લોકોને પોતાના દૈનિક આહારમાં ન્યૂનતમ પોષણની માત્રા જાળવી રાખવા માટે રસોઈ, સુસંગત અને બિન-સુસંગત ખોરાક, જંક અને પ્રોસેસ્ડ ફૂડના જોખમો અને કાચા આહારના ફાયદાઓ વગેરે સમજાવવા જોઈએ. ‘પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ’નો અર્થ અને તેના ઉપયોગો શીખવવા જોઈએ. ખાદ્ય સુરક્ષા અને પોષક મૂલ્યની ખાતરી કરવી જોઈએ.

Most Popular

To Top