Vadodara

કોરોનામાં મૃત્ય પામનારના માતા-પિતાના બાળકોને 1.70 કરોડની આર્થિક સહાય

વડોદરા : ભાજપા વડોદરા મહાનગરના વિવિધ સેલ દ્વારા ભારત સરકારના વિદેશ મંત્રાલયના કેબિનેટ વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર કેયુર રોકડીયા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના  વિવિધ ક્ષેત્રો માથી આવતા જાણીતા 250 જેટલા અગ્રણીઓ જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ,ડોક્ટર, એડ્વોકેટ્સ, પ્રોફેસર્સ, વીસીસીઆઇ અને જીસીસીઆઈ,રિયલ એસ્ટેટ,ફાઇનાન્સ, બ્રોકર્સ, એજ્યુકેશન, એનજીઓ અને ટ્રસ્ટના અગ્રણીઓ આજે વિદેશ મંત્રી એસ.જયશંકરજી સાથે વન ટુ વન સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ભાજપાના શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહે વિદેશ મંત્રી એસ.જયશંકરનું સન્માન કર્યુ હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે આદરણીય વિદેશ મંત્રી જયશંકર જીના પ્રયાસથી યુક્રેનમાં ફસાયેલા મેડિકલ સ્ટુડન્ટ્સને હેમ ખેમ ભારત લાવવામાં  સફળતા મળી હતી. વધુમાં પ્રમુખએ જણાવ્યું કે વિદેશ મંત્રીની નીતિઓના કારણે ભારતના પાસપોર્ટ પાવર ઇન્ડેક્સમાં સ્થાન ઊંચું આવ્યું છે. આ સંવાદ કાર્યક્રમ ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરીકોએ ભારત સરકારના વિદેશ મંત્રાલયના મંત્રી એસ.જયશંકરને એમના પૂર્વ  IFS બ્યુરોક્રેટ તરીકેના અનુભવ ત્યારબાદ એક રાજકારણી  તરીકેના અનુભવ વિશે સવાલ પૂછ્યો હતો.

જેનો એસ.જય શંકરજીએ સંતોષકારક જવાબ આપતા ઉપસ્થિત શેહરીજનોને તેમના અનુભવો વિશે માહિતી આપી હતી. વધુમાં વિદેશ મંત્રી જયશંકરએ જણાવ્યું કે ભારતની સંતુલિત રાજનીતિ અને પરિપક્વ વલણ અન્ય દેશોની સરખામણીમાં કઈ રીતે દેશને લાભદાયી બન્યુ છે. તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી .દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શનના કારણે સમગ્ર વિશ્વમાં રહેનારા ભારતીયોને સરળતાથી વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા અને બિઝનેસ વિઝા મળી રહ્યા છે. આ કારણે આજે એનઆરઆઈ અને ભારતના પાસપોર્ટનું વિશ્વ સ્તરે સન્માન વધ્યું છે. પ્રબુદ્ધ નાગરિકો સાથેના સંવાદ કાર્યક્રમમાં વિદેશ મંત્રીએ ખુબ શાલીનતાથી તમામ ઉપસ્થિત મિત્રો સાથે સંવાદ કર્યો હતો. સીએ,લીગલ, ઇકોનોમિક સેલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top