Science & Technology

Apple વિરુધ્ધ આ દેશે કરી કાર્યવાહી, નોંધાયો કેસ, જાણો કારણ

નવી દિલ્હી: ગુગલ, એપલ અને મેટા જેવી કંપનીઓ સામે અવિશ્વાસના (Disbelief) કેસ વારંવાર દાખલ કરવામાં આવે છે. ત્યારે એપલ (Apple) કંપની પર ગેરકાયદેસર (Illegal) માધ્યમથી સ્માર્ટફોન માર્કેટમાં એકાધિકાર જમાવવાનો અને અન્ય ફોનની બ્રેન્ડ્સને નુકશાન પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યા છે. આ મામલે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (US Justice Department) અને કેટલાક રાજ્યોએ સંયુક્ત રીતે એન્ટિ-ટ્રસ્ટ દાવો દાખલ કર્યો છે.

એપલ સિવાય પણ અમેરિકાની ઘણી કંપનીઓ ઉપર કેસ કરવામાં આવ્યો છે. આ તમામ કંપનીઓ પર તેમના સેક્ટરમાં એકાધિકાર બનાવવા અને અન્ય નાની કંપનીઓને નષ્ટ કરવાનો આરોપ છે. તેમજ હાલના સમયમાં એપલ સામે લેવાયેલું આ પગલું ઘણું મોટું છે. અમેરિકન સરકાર દ્વારા મોટી ટેક કંપનીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું છે સમગ્ર મામલો?
ફરિયાદ વિષે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે કહ્યું હતું કે, ‘એપલ કંપનીએ સ્માર્ટફોન માર્કેટમાં એકાધિકારની સત્તા જાળવી રાખી છે. આ માટે કંપનીએ માત્ર પોતાની જાતને અન્ય સ્પર્ધકોથી આગળ જ રાખ્યું નથી, પરંતુ ઘણા ફેડરલ એન્ટિટ્રસ્ટ નિયમોનું ઉલ્લંઘન પણ કર્યું છે. ગ્રાહકોએ વધુ ચૂકવણી કરવી જોઈએ નહીં કારણ કે કંપની સતત નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

આ અવિશ્વાસનો કેસ ન્યુ જર્સીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા પણ એપલ પર આ પ્રકારના આરોપો લાગ્યા છે. લગભગ એક વર્ષ પહેલાં, ટીકાકારોએ Apple પર એપ સ્ટોરની શરતોમાં ફેરફાર કરીને વધુ ફી વસૂલવા અને અન્ય રીતે તેની સ્પર્ધક કંપનીઓને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો.

લોકો એપલને ટેક્નોલોજીને સરળ બનાવવા માટે ઓળખે છે. પરંતુ કઈ કિંમતે? આ સરળતા માટે કડક નિયંત્રણ કરવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં પ્રતિબંધો પણ લાદવામાં આવે છે. એક સ્ટડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે Apple માર્કેટમાં વીજી કંપનીઓ સાથે સ્પર્ધા કરતાં તેના વપરાશ કર્તાઓને વધુ સારી ઍક્સેસ અને સુવિધાઓ પ્રદાન કરે છે.

કંપની સામે શું આરોપ છે?
કંપનીએ તેના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કંપની આરોપો સમક્ષ લડશે. જોકે આ મામલામાં એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે કહ્યું કે એપલની ઉપર કાર્યવાહીની વ્યાપક અસર થઈ છે. તેમણે કહ્યું, ‘એપલ જેવી મોનોપોલી મુક્ત અને ન્યાયી બજારને અસર કરે છે.’

Most Popular

To Top