National

સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય, નાયડૂની સાફ વાત: વિપક્ષનું વૉકઆઉટ, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી

નવી દિલ્હી: (New Delhi) ચોમાસુ સત્ર (Monsoon Session) દરમિયાન હંગામો મચાવનાર 12 સાંસદોને (MP) સસ્પેન્ડ (Suspend) કરવાના મામલે રાજ્યસભામાં આજે વિપક્ષ (opposition ) અને શાસક પક્ષ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. વિપક્ષના ગૃહના નેતા મલ્લિકાર્જુન ખડગેએ (Mallikaarjun Khadge) મંગળવારે માંગ કરી હતી કે સત્ર શરૂ થતાં જ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવે. તેમણે કહ્યું કે સાંસદોના માફી માંગવાનો સવાલ જ નથી, પરંતુ સરકારે તેમને ખોટી રીતે સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે આ કાર્યવાહી નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે. આમાં તેને જવાબ આપવાની તક પણ ન મળી અને એકતરફી કાર્યવાહી કરવામાં આવી છે. 

Parliament proceedings | Congress, Opposition MPs walk out of Rajya Sabha  over suspension of 12 MPs - The Hindu

આ અંગે ઉપરાષ્ટ્રપતિ (Vice President) અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ (Vankaya naydu) કહ્યું કે વિપક્ષનું વલણ હજુ પણ ખોટું છે. તેમણે કહ્યું કે ગત ચોમાસાની સિઝનમાં જે બન્યું તે આજે પણ આપણે ડરાવે છે. મને આશા છે કે ગૃહના અગ્રણી લોકો ગયા સત્રમાં બનેલી ઘટનાની નિંદા કરશે. આવી માન્યતા મને મામલો સંભાળવામાં મદદ કરશે, પરંતુ કમનસીબે કંઈ થયું નથી.

સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર કરવામાં આવેલી કાર્યવાહીને યોગ્ય ગણાવતા નાયડુએ કહ્યું કે આ લોકોએ 11 ઓગસ્ટે તમામ હદો વટાવી દીધી હતી. ડેપ્યુટી ચેરમેન વતી અનેક વખત અપીલ કરવામાં આવી હતી. ઘણી વખત તેમણે સાંસદોના નામ લઈને શાંતિની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જો તમે લોકો એ ઘટનાને યોગ્ય ઠેરવશો તો તેમનું સસ્પેન્શન પાછું ખેંચાશે નહીં. વેંકૈયા નાયડુએ સસ્પેન્શન સમાપ્ત ન કરવાની જાહેરાત કર્યા પછી, વિરોધ પક્ષોએ ગૃહમાંથી જ વોકઆઉટ કર્યું હતું.

16 Opposition Parties Meet to Discuss Suspension of MPs, Rahul Gandhi  Present

રાહુલ ગાંધીએ બેઠક બોલાવી, આ નેતાઓ જોડાયા

કોંગ્રેસ તરફથી સતત વિપક્ષને એકજૂઠ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સાંસદોના સસ્પેન્શન મામલે આજે વિપક્ષી દળોની બેઠક રાહુલ ગાંધીએ બોલાવી છે. ગઈકાલની બેઠકમાં જ્યાં માત્ર 11 વિપક્ષી પાર્ટીઓએ ભાગ લીધો હતો ત્યાં આજે રાહુલની બેઠકમાં 16 પક્ષો જોડાયા છે. આ બેઠકમાં કોંગ્રેસ, ડીએમકે (DMK), શિવસેના (Shivsena), સીપીએમ (CPM), એનસીપી (NCP), આરજેડી (RJD), સીપીઆઈ (CPI), ટીઆરએસ (TRS) સહિત કુલ 15 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી અને શિયાળુ સત્ર (Winter Session) માટે સરકારની (Government) રણનીતિ પર ચર્ચા કરી હતી. 

આ શરમજનક હરકતના લીધે સાંસદોને સસ્પેન્ડ કરાયા છે

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીના જણાવ્યા મુજબ આ સાંસદોએ રાજ્યસભાના 254માં સત્રના છેલ્લા દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ જે હિંસક વર્તન કર્યું કે જેમાં તોઓએ સુરક્ષાકર્મીઓ પર જાણીજોઈને હુમલો કર્યો હતો. ગૃહના કર્મચારીઓ સામે મુકવામાં આવેલા ટેબલ પર ચડી ગયા હતા, અધ્યક્ષનું અપમાન કર્યું હતું, ગૃહના નીતિ-નિયમોને ગૂંચવી નાંખ્યા હતા અને કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો. આ કારણોને લીધે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ નિર્ણય અંગે પ્રિયંકા ચતુર્વેદી કે જે શિવસેનાના સાંસદ સભ્ય છે તેમણે જણાવ્યું કે અમારો પક્ષ જાણ્યા વગર આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.

આ સાંસદોને સસ્પેન્ડ કરાયા છે

સદના શિયાળુ સત્રમાંથી જે લોકોને સસ્પેન્ડ કરાયા છે તેમાં ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહનો સમાવેશ થાય છે કે જે કોંગ્રેસ પાર્ટીનું સાંસદ સભ્યપદ ધરાવે છે. ડોલા સેન અને શાંતા છેત્રી કે જે મમતા બેનર્જીની પાર્ટીમાં જોડાયેલ છે. સાથે પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ કે જે શિવસેનાની પાર્ટીમાં સાંસદ સભ્યનું સભ્યપદ ધરાવે છે. CPM માંથી એલારામ કરીમ અને CPI માંથી બિનોય વિશ્વમને સસ્પેન્ડ કરાયા છે.

Most Popular

To Top