Dakshin Gujarat

મકાનનો દરવાજો તૂટેલો જોતા જ પેટમાં ફાળ પડી અને અંદર જોયું તો..

ભરૂચ: શિયાળો આવતા જ તસ્કરો માટે કમાણીની મોસમ આવી ચડી હોય તેમ વિવિધ વિસ્તારોમાં ચોરીની ઘટના (Theft incident) સામે આવતી હોય છે. ત્યારે ભરૂચમાં (Bharuch) એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના, રોકડા તેમજ યુએસએ ડોલર મળી અંદાજિત 30 લાખ ઉપરાંતની મત્તાનો હાથફેરો કરી પલાયન થઈ જતાં મામલો પોલીસ (Police) મથકે પહોંચ્યો હતો.ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીમાં રહેતા વિપુલકુમાર કોઠારી પોતાના પરિવાર સાથે ગત તા.3 નવેમ્બરે રાત્રિના સમયે બહારગામ ગયા હતા. જેઓ 6ઠ્ઠી નવેમ્બરના રોજ ઘરે પરત આવી જોતાં મકાનના ગાર્ડનનો દરવાજો તૂટેલો અને રસોડું ખુલ્લું જોતાં તેમના પેટમાં જાણે ફાળ પડી હતી. તેઓ અંદર જતાં ઘરવખરી વેરવિખેર પડી હતી.

કુલ રૂ.30,28,000 ઉપરાંતના મુદ્દામાલની તસ્કરી અજાણ્યા તસ્કરો કરી ગયા
ઘરમાં તિજોરીના પણ લોક તૂટેલા અને તેમાં મૂકેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું તેમને માલૂમ પડ્યું હતું. તેઓએ તપાસ કરતાં ચાંદીના 30 સિક્કા,ચાંદીની મૂર્તિ, ચાંદીના બે ગ્લાસ તેમજ મકાનના ઉપરના માળે પ્રથમ બેડરૂમમાં રહેલા કબાટમાંથી સોનાનો સેટ, પાટલા સાથેનો સોનાનો અન્ય સેટ, સોનાની 10 બંગડી સોનાનો ડાયમંડવાળો સેટ, સોનાનું ડાયમંડવાળું બ્રેસલેટ, સોનાની બુટ્ટી, પ્લેટિનિયમની 23 હજારની વીંટી, સોનાના 4 સેટ, સોનાનું ડાયમંડવાળું ચેનવાળું પેન્ડલ, સોનાનો અછોડો, બીજા છૂટક સોનાના દાગીના આશરે 2,76,000ના દાગીના, ચાંદીના છડા-સિક્કા અને મૂર્તિ વગેરે 1 કિલો ચાંદીની વસ્તુઓ, રોકડા રૂપિયા 7 લાખ અને 2 હજાર યુએસએ ડોલર જેની ભારતીય નાણા કિંમત પ્રમાણે 1,66,000 તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.30,28,000 ઉપરાંતના મુદ્દામાલની તસ્કરી અજાણ્યા તસ્કરો કરી ગયા હોવાની ફરિયાદ ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસમથકમાં નોંધાઈ છે.

માંગરોળના બોરસદ ગામે બુલેટની ચોરી
વાંકલ: માંગરોળના બોરસદ ગામે રાત્રિ દરમિયાન અજાણ્યા ચોર ઈસમો બુલેટની ચોરી કરી ગયા હતા. બોરસદ ગામના કિરણભાઈ જગીનભાઈ ગામીતની માલિકીનું બુલેટ નં.(G.J. 19 A Q 3450) રાત્રિ દરમિયાન ઘરઆંગણે પાર્ક કર્યું હતું. બાદ મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોરી ઇસમો બુલેટની ચોરી કરી ગયા હતા. સવારે પરિવારના સભ્યોને બુલેટ આંગણામાં નજરે નહીં પડતાં તેમણે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ બુલેટનો ક્યાંય પત્તો ન લાગતાં આખરે બુલેટ ચોરી થયા અંગેની ફરિયાદ માંગરોળ પોલીસમથકમાં આપી હતી.

Most Popular

To Top