SURAT

બ્રેકઅપ બાદ ગુસ્સામાં પ્રેમીએ પ્રેમિકાનાં મોર્ફ કરેલા ફોટા કર્યા વાયરલ

સુરત : રાજસ્થાન(Rajasthan) ખાતે રહેતા યુવકે સુરત(Surat)ના અમરોલી(Amroli)-ઉત્રાણ(Utran) વિસ્તારની યુવતી(Woman) સાથે ઇન્સ્ટાગ્રામ(Instagram) પર મિત્રતા(Friendship) કેળવી લગ્ન(Marriage)ની લાલચ આપી હતી. પરંતુ યુવતીએ વાતનું કરવાનું બંધ કરતા યુવકે મોર્ફ(Morph) કરેલા અશ્લિલ ફોટો(Pornographic photo) અપલોડ કરી બિભત્સ કોમેન્ટ(Nasty comment) કરી યુવતીને બદનામ કરતા અમરોલી પોલીસે(Police) રાજસ્થાની યુવકની ધરપકડ કરી છે.

  • લગ્નની લાલચ આપનાર યુવક સાથે વાત કરવાનું બંધ કરતા યુવતીના ફોટા ઇન્સ્ટા પર અપલોડ કરાયા
  • ફેક ઇન્સ્ટા આઇડી પર મોર્ફ ફોટો અપલોડ કરનાર રાજસ્થાની યુવકની ધરપકડ

ઉત્રાણ વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતીને ચાર મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ ઉપર સિદ્ધાર્થ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે ચેટીંગ થતા એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા યુવકે લગ્નની લાલચ આપી હતી. ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું કહેનાર સિધ્ધાર્થ ખોટુ બોલતો હોવાની યુવતીને જાણ થઈ હતી. યુવક કોઈ કામધંધો કરતો નથી અને બેકાર છે. જેથી યુવતીએ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા અકળાયેલા સિધ્ધાર્થે યુવતીને બદનામ કરવા તેના મોર્ફ કરેલા ફોટો ફેક આઇડી બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાની સાથે બિભત્સ કોમેન્ટ કરી હતી. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ કરતા આરોપી સિધ્ધાર્થ ઉર્ફે બાબુ રઘુનંદન કનૈયાલાલજી શર્મા (ઉ.વ. 21 રહે. શિપોકા મહોલ્લા, કિશનગઢ, અજમેર, રાજસ્થાન) ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલાની આઇડી ઉપરથી પુરુષ સાથે બિભત્સ વાતો કરવા ક્યુઆર કોડથી રૂપિયા માંગનાર પકડાયો
સુરત : સલાબતપુરામાં રહેતી મહિલાની ઓપન આઇડીનો દૂરઉપયોગ કરીને પુરુષોને મેસેજો મોકલ્યા બાદ અશ્લિલ વાતો કરવા માટે ક્યુઆર કોડથી રૂપિયા માંગનાર અમદાવાદના યુવકની ધરપકડ કરાઇ હતી. આ યુવકે મહિલાના જ સંબંધીને મેસેજ કરીને બિભત્સ વાતો કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. સલાબતપુરા વિસ્તારમાં રહેતી મહિલાના નામે કોઇ યુવકે ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણથી ચાર આઇડી બનાવી હતી. જેમાં મહિલાના અલગ અલગ ફોટા મુકવામાં આવ્યા હતા. આ આઇડી ઉપરથી યુવકે મહિલાના સંબંધીને મેસેજ મોકલાવીને અશ્લિલ વાતો કરવા માટે રૂા.1500ની માંગણી કરવામાં આવી હતી. આ રૂપિયા ક્યુઆર કોડ મારફતે ટ્રાન્સફર કરવા કહ્યું હતું. તપાસ કરતા મહિલાની આઇડી કોઇ અજાણ્યો યુવક ઉપયોગ કરતો હોવાથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતે સલાબતપુરા પોલીસે ગુનો નોંધીને અમદાવાદના કાલુપુરમાં રહેતા તાહા કુટુભાઇ પીનવાલાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે તાહા પીનવાલા મહિલાની ઓપન આઇડીનો દૂરઉપયોગ કરીને અન્ય પુરુષોને લિંક મોકલતો હતો, અને એક કલાક વાત કરવા માટે થઇને ક્યુઆર કોડથી રૂપિયા માંગતો હતો. પોલીસે તાહાની ધરપકડ કરીને તેને બીજી કોઇ આઇડી બનાવી છે કે નહી..? તેની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top