Vadodara

રૂા.12.50 લાખનો તોડ પાડનારા પ્રેસ રિપોર્ટરને એસઓજીએ ઝડપી પાડયો

વડોદરા: કારેલીબાગ સ્થિત વ્રજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા શ્યામ શરણસિંહ ચૌહાણ જાણીતા પ્રેસમાં બ્રાંચ મેનેજર પદે ફરજ બજાવે છે. પ્રેસમાં સુપરવિઝન કરતા ફરિયાદીના નિવાસી તંત્રીએ જણાવેલ કે પ્રેસના નામે રાજેશ ખટીક નામના વેપારી સાથે છેતરપીંડી થઈ છે. તપાસ દરમ્યાન જાણવા મળેલ કે રિપોર્ટર સિદ્ધાર્થ મણિયાર અને જીતુ વણકરે સસ્તા અનાજની દુકાનના વેપારી રાજેશ નાગજીભાઈ ખાટીકની દૂકાને પરોઢિયે જઈને ધમકી આપી હતી કે અમે પ્રેસમાંથી આવીએ છે તમે શહેરનાં સૌથી મોટા કાળા બજારિયા છો. મારા ચાર માણસો ઘણા દિવસોથી વોચ રાખે છે. અમે માંજલપુરના જિજ્ઞાસા બેનની સસ્તા અનાજની દુકાન પુરવઠા અધિકારીને કહીને બંધ કરાવેલ છે. અને અટલાદરા મહાકાળી મંડળીના સંચાલક પાસેથી 1.20 લાખનો તોડ કર્યો છે. તમારે શું કરવું છે ? વડોદરા શહેર મને યમરાજના નામે ઓળખે છે. તારે તારી દુકાન સારી રીતે ચલાવવી હોય અને કાળાબજારીનો ધંધો કરવો હોય તો ચાલીસ લાખ રૂપિયા આપવા પડશે.

વેપારીએ આજીજી કરતા જણાવેલ કે હું કાળા બજારી કરતો નથી મારે તમને શેના પૈસા આપવાના ? એકાએક ગુસ્સે ભરાયેલા બંને ઈસમોએ ધમકી આપી હતી. પુરવઠાના અધિકારીઓ સાથે મારે ઓળખાણ છે તારી દુકાનમાં કોઈ પણ દિવસે ગમે ત્યારે રેડ કરાવીને બંધ કરાવી દઈશું અને જે માલ છે તે જપ્ત કરાવીને પોલીસ કેસ કરાવી પીબીએમ કરાવી દઈશું.
તેમ જણાવતા સિદ્ધાર્થે ડીએસઓ ને ફોન લગાવવાનો પ્રયાસ કરતા સમાજમાં બદનામ થવાની બીંકે વેપારી ફફડી ઉઠયો હતો અને તેના સબંધી સાથે વાતચીતનો દોર સાધીને મામલાની પતાવટ કરવા ચર્ચા કરી હતી. બંને ઈસમોએ આખરે 12.50 લાખ આપવા દબાણ કર્યું હતું.

પ્રથમ હપ્તો પાચ લાખ રોકડા અકોટા ગાય સર્કલ પાસે ચાની દુકાન પાસે વેપારીએ સિદ્ધાર્થ મણિયાર ને આપ્યો હતો. ત્યા પણ જીતુ વણકર હાજર હતો. ત્યાર બાદ તારીખ ૨૮/૦૬/૨૨ના સિદ્ધાર્થે ફોન કરીને બાકીના 7.50 લાખ માટે ઉઘરાણી કરતા રાત્રી બજાર પાસે આપ્યાં હતાં બીજા દિવસે સિદ્ધાર્થ મણિયારે વોટ્સ અપ કોલ દ્રારા જણાવેલ કે આવા બીજા વેપારીઓના નામ જણાવજો. આવી રીતે વ્યવહાર કરશો તો સબંધ જળવાઈ રહેશે આ બાબતે કોઈને વાત કરતા નહિ. અને જો કરશો તો સારુ નહી થાય.

જો કે આ બાબતની અરજી કારેલીબાગ પોલીસ મથક મા ૮/૭/૨૨ ના રોજ થઈ હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચ મા ગુનો નોંધાયો હતો જેની વધુ તપાસ એસ ઓ જીને સોંપતા પીઆઇ સી વી ટંડેલે તપાસનો દોર લંબાવ્યો હતો અને ચીફ રિપોર્ટરની ખોટી ઓળખ આપનાર સિદ્ધાર્થ અરુણકુમાર મણિયારની (રહે: એ/૧૦૩, યજ્ઞપુરુષ રેસીડેન્સી, સિગ્નેસ સ્કુલ પાછળ, મોટનાથ મહાદેવ હરણી રોડ) અટકાયત કરીને ઊંડી પૂછતાછ હાથ ધરી હતી જ્યારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ હિંમતભાઈ વણકર (રહે: ૨૭૫, સ્લમ ક્વાર્ટર, તુલસીવાડી, પાણીની ટાંકી પાસે, કારેલીબાગ) ફરાર થઇ જતાં પોલીસે શોધ ખોળ હાથ ધરી છે.

Most Popular

To Top