Gujarat

બરવાળા ગામના સરપંચે 4 મહિના પહેલા જ આપી દીધા હતા લઠ્ઠાકાંડનાં સંકેત પરંતુ…

બોટાદ: ગુજરાત(Gujarat)માં બનેલા લઠ્ઠાકાંડે(Lattha Kand) રાજ્યનાં દારૂબંધીનાં કાયદા(Law) સામે સવાલો ઉભા કર્યા છે. દારૂબંધીની માત્ર વાતો જ થાય છે અને તેના કાયદાઓ જાણે માત્ર કાગળ પર જ રહી ગયા છે તેવું લાગી રહ્યું છે. આજે પણ રાજ્યમાં બેફામ પણે દારૂ વેચાઈ પણ રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે. આ બધા સામે પોલીસ માત્ર નામની જ કાર્યવાહી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બરવાળા ગામના સરપંચ(Sarpanch) જીગર ભાઈ(Jigar bhai)એ પોતાના ગામમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરવા તેમજ રોજિદ સહિત સમગ્ર બરવાળા તાલુકામાં દેશી દારૂ વેચનાર સામે એક્શન લેવા માટે રજૂઆત કરી હતી. તેઓએ પત્ર લખ્યો હતો. પરંતુ તેઓની વાત પણ તંત્રએ ધ્યાન નહિ આપ્યું જેના પગલે આજે આ લઠ્ઠાકાંડનાં કારણે લોકો મોતને ભેટ્યા

પોલીસ પાસે દારૂડિયાને લઇને જાવ તો છોડી દે છે: સરપંચ
સરપંચે જણાવ્યું હતું કે, અમારા ગામમાં વેચાઈ રહેલા દારૂ અંગે ૩ મહિના પહેલા અરજી કરી હતી. પરંતુ પોલીસ કાર્યવાહીના નામે માત્ર એક રાઉન્ડ મારીને જતી રહે છે. હું બતાવવા જઉં કે આ વ્યક્તિએ દારુ પિધો છે તો મને કહીંદે કે દારુ પીધેલો નથી. બરવાડા તાલુકામાં દારુનો કોઈ કેસ જ લેતા ન હતા. બરવાડા તાલુકામાં દારુનો કોઈ કેસ જ લેતા ન હતા. હું દારૂડિયાઓને પકડી પોલીસ પાસે લઈ જતો, છતાં પોલીસ છોડી દેતી હતી.

હવે હું ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવીને જ રહીશ: સરપંચ
સરપંચે વધુમાં જણાવ્યું હતું કે, દેશી દારુ તો ગામમાં વર્ષોથી વેચાય છે. ફરિયાદ આવે કે અહીં દારુ વેચાય છે તો પોલીસ આવીને માત્ર રાઉન્ડ મારીને જતી રહે અને કહીંદે કે અહીંયા દારુ વેચાતો નથી. હું પીધેલો પકડી રાખુ તો પણ પોલીસ કોઈ પણ તપાસ કર્યા વગર કહીં દે આ પીધેલો નથી. પરંતુ ગતરોજ હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યાર સમગ્ર લઠ્ઠાકાંડ વિષે જાન થઇ. હોસ્પિટલમાંથી જણાવ્યું હતુ કે તમારા ગામમાંથી ઝેરી દારુ પિવાનો એક કેસ આવ્યો છે. તમે માત્ર ગામમાં જાણ કરો કે જેણે-જેણે દારુ પીધો છે તે તાત્કાલીક હોસ્પિટલ પહોંચી જાય. આ ઘટના બાદ હવે હું 99% મારા ગામમાં દેશી દારુ નથી વેચાવા દેવાનો. હું મારા ગામમાં હવે દારુ બંધ કરાવીને જ રહીશ અને માત્ર રોજિદા ગામમાં નહીં બરવાળા તાલુકામાં પણ જો દારુ પીતો મને દેખાશે તો હવે હું હાઈ લેવલે ફરિયાદ કરીશ.

Most Popular

To Top