Entertainment

કેરળ હાઈકોર્ટે ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ પર સ્ટે આપવાની અરજીઓ ફગાવી દીધી

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ (‘The Kerala Story’) રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ છે. એક તરફ જ્યાં આ ફિલ્મનો (Film) વિવાદ ઓછો થઈ રહ્યો નથી. ઘણા લોકોનું કહેવું છે કે આ ફિલ્મ કેરળ રાજ્યની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાજ બીજી તરફ કેરળ હાઈકોર્ટે (High Court) આ ફિલ્મ પર સ્ટે આપવાની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ ફિલ્મ ઈસ્લામ વિરુદ્ધ તેમજ વાંધાજનક કાંઈ પણ નથી. કોર્ટે અરજીકર્તાઓને પૂછ્યું કે ટ્રેલરમાં શું વાંધાજનક છે? બીજી તરફ ફિલ્મના નિર્માતાએ પણ જણાવ્યું હતું કે ફિલ્મમાં 32,000 મહિલાઓની નહીં પણ 3 મહિલાઓની જ વાત છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટ (Supreme Court) અને મદ્રાસ હાઈકોર્ટ પહેલાંથી જ રિલીઝ અને પ્રતિબંધની માગ કરતી અરજીઓ ફગાવી ચૂકી છે.

ધ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારોએ જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝ થવાથી દેશમાં ધાર્મિક ભેદભાવની ભાવના ફેલાશે અને જાહેર શાંતિનો ભંગ થશે. જોકે અરજદારોની આ અરજી જસ્ટિસ એડી જગદીશ ચંડીરા અને જસ્ટિસ સી સરવનનની વેકેશન બેન્ચે ફગાવી દીધી હતી. અરજદારોએ ફિલ્મ રિલીઝનો વિરોધ કરતા એવું પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ લોકોના મન પર ખૂબ જ ખરાબ અસર પાડશે. અરજદારોએ દાવો કર્યો હતો કે કેરલામાં અત્યાર સુધી કોઈ એજન્સી લવ જેહાદ શોધી શકી નથી.

શું છે આ સ્ટોરીમાં?
‘ધ કેરલા સ્ટોરી’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત ધ કેરલા સ્ટોરીમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે. 40 કરોડના ખર્ચે બનેલી સુદીપ્તો સેનની ‘ધ કેરલા સ્ટોરી’ 4 છોકરીઓની વાર્તા પર આધારિત છે જેમાં 3નું બ્રેઈનવોશ કરીને બીજા ધર્મમાં લઈ જઈને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. કેરળની મહિલાઓના એક જૂથ વિશેની આ ફિલ્મ છે જે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે જોડાયેલી છે. એક બાજુ આ ફિલ્મને સાચી વાર્તા કહીને પ્રમોટ કરાઈ રહી છે તો બીજી બાજુ તેને મનઘડત ગણાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top