Charchapatra

ગામ આખાને વૅકસિન? કોર્પોરેટર જ બાકાત?

તાજેતરમાં જ સુરતમાં,શારીરિક રીતે એકદમ ફિટ છતાં પણ,૫૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત. સુરત મહાનગરપાલિકાના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કોર્પોરેટર સ્વ.ગેમર દેસાઈના અવસાનની અખબારી યાદીમાં જણાવાયું હતું એ મુજબ સબબ સ્વ.દેસાઈએ કોરોનાની વૅકસિન પણ લીધી નહોતી. કોરોના કાળ દરમિયાન દેશભરમાં, રાજ્યમાં મોટા ભાગનાં લોકોને સીધી રીતે અને આડકતરી રીતે વૅકસિનના પ્રથમ અને દ્વિતીય ડૉઝ ફરજીયાતપણે મોટે ઉપાડે લેવડાવતા મનપાના આરોગ્ય સંબંધિત વહીવટી તંત્રોના અધિકારીઓએ અને કર્મચારીઓએ શાસકોના જાણે દબાણ હેઠળ શહેરભરમાં ચારે કોર વૅકસિનનાં સેન્ટરો ધમધમતાં કરી ક્યાંક તો રૂપિયા ખર્ચીને પણ ગભરાઈ ગયેલાં લોકોએ ધડાધડ વૅકસિનના બંન્ને ડોઝ લેવા પડ્યા હતા ત્યારે બીજી તરફ મોટા ભાગના મનપાના જ કર્મચારીઓએ / અધિકારીઓએ એક તો શું? બન્ને ડોઝ લેવાથી અળગા રહ્યા હતા.(અગમ્ય કારણોસર જ) એવી કાનાફૂસી સાંભળી હતી.જો કે,એ સમયે પણ જો અને તો ન લેખાંજોખાં હતાં.આજે જ્યારે ઉક્ત સ્વ.કોર્પોરેટરના હાર્ટએટેકના કેસમાં પણ જાણવા – વાંચવા મળે છે,એમ સ્વ.દેસાઈએ કોરોના વૅકસિનના ડોઝ બિલકુલ લીધા જ નહોતા? ખરેખર આ બાબતે સામાન્ય શહેરીજનો માટે તો અહો આશ્ચર્યમ્ જ છે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બે નંબરી નાણાથી ઉભરાતાં ધર્માલયો
આ જ નાણાથી મોટા ઉદ્યોગપતિઓને ધિરાણ થાય છે અને ધર્માલયો પાછળ લખલૂટ ખર્ચ થાય છે. પગારદાર પુજારીઓ (કટકીદાસ) અને માલપુઆ ખાતા ટ્રસ્ટીઓ સરકાર આ કૌભાંડોથી સજાગ થવા માંડી છે. પાંચ કે દશ ટકા વેરો (ટેક્ષ) નાંખી ભક્તોના જ નાણા ભક્તોમાં ફરતા (ઉત્પાદકિય) થાય એવો સરકારનો મકસદ.
અડાજણ          – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top