Vadodara

નંદેસરીની કંપનીમાં બોઇલર ફાટ્યું, સેંકડોને ઇજા

વડોદરા: વડોદરા શહેરની નજીક નંદેશરી જીઆઇડીસીમાં આવેલ દીપક નાઇટ્રેટ કંપનીમા સમી સાંજે રહસ્યમય સંજોગોમાં તબક્કાવાર બ્લાસ્ટ સાથે ગગનચુંબી આગ ફાટી નીકળતા 10 થી 15 કિલો મીટરનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. શહેરભરના સેંકડો ફાયર એન્જિન મોડી રાત સુધી આગ બુઝાવવા કામે લાગ્યા હતા ધરતીકંપ જેવી ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં લોકોએ નાસભાગ મચાવી મૂકી હતી લોકોએ પહેરેલ કપડે વિસ્તાર છોડીને નાસી છૂટયા હતા કરુંણ ઘટનાના પગલે જાન હાનિ નો ચોક્કસ આંકડો જાણવા મળ્યો ન હતો પરંતુ સરકારી તેમજ ખાનગી સહિતની અનેક હોસ્પિટલોમાં સેંકડો ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હોવાના અહેવાલ સાંપડ્યા હતા.

સમી સાંજે કંપનીમાં ધડાકાભેર ભીષણ આગ ફાટી નીકળી હતી કે આસપાસ ના સેંકડો ગામોમાં નાસભાગ મચી ગઇ હતી. બોઈલર ફાટતાં એક પછી એક ધડાકાઓ થતા રહેતા ન્યુક્લિયર બોમ પડયા હોય તેમ સમગ્ર વિસ્તાર ધણ ધણી ઉઠ્યો હતો. ધડાકાઓ બાદ ગણતરીની પળોમાં તો લબકારા લેતી પ્રચંડ આગના પગલે કંપનીઓમાં પણ કર્મચારીઓ માં નાસભાગ મચી ગઇ હતી આગ એટલી વિકરાળ હતી આકાશમાં ધુમાડાના ગોટેગોટા થી આસપાસના દસથી પંદર કિલોમીટરના વિસ્તારમાં નજરે દેખાતા હતા.

ફાયર બ્રિગેડ ને મેજર કોલ જાહેર થતાં જ શહેરભરના તેમજ ઔદ્યોગિક વિસ્તારોના તમામ ફાયર એન્જિન ને કામે લગાવાયા હતા. લાશ્કરોએ કલાકો સુધી ફોર્મ તેમજ પાણીના પ્રચંડ મારો ચલાવ્યો હતો પરંતુ આ લખાય છે ત્યાં સુધી આગને સંપૂર્ણપણે કાબુમાં લઇ શક્યા ન હતા. કદાચ વડોદરા શહેરની સૌથી મોટી મનાતી આગ ના પગલે તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. પોલીસ કાફલાને પણ ઘટનાસ્થળે બોલાવાઈ ને આસપાસના વિસ્તારોને ખાલી કરાવાયા હતા જાણવા મળ્યા મુજબ આશરે ૭૦૦થી ૧૦૦૦ લોકોએ યુદ્ધના ધોરણે સ્થળાંતર કર્યુ હતું.શહેરની ખાનગી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ માં સેંકડો ઇજાગ્રસ્તોને તે ખસેડાયા હતા તેમજ સરકારી હોસ્પિટલમાં વધુ તબીબી સ્ટાફને તૈયાર રખાયો હતો.

કંપનીના 10 કિલો મીટર સુધીના વિસ્તારમાં કાટમાળ ઉડ્યો હતો
નંદેસરી વિસ્તારની સૌથી મોટી મનાતી દિપક નાઇટ્રેટ કંપનીમાં આજે બનેલી ઘટનાના પગલે અનેક સવાલો ઊભા થયા છે. જે તીવ્ર ધડાકાથી બોઇલર ફાટ્યું અને 10 કિલો મીટર સુધીના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. શુ કંપનીમાં ફાયર બ્રિગેડના કોઇ સાધનો હતા કે નહી ? તે બાબતે આગ બુઝાયા બાદ તંત્ર શુ તપાસ કરશે ?

આગની ઘટનાનો કોલ મળતાની સાથે જ મનપાની ટીમ કામગીરી કરવા માટે પહોંચી ગઇ
આજરોજ નંદેશરી જીઆઈડીસીમાં આવેલ દિપક નાઇટ્રેટ કંપનીમાં આગનો બનાવ લાગવાનો કોલ વડોદરા મહાનગર પાલિકાના ફાયર વિભાગ મળતા ફાયર વિભાગ ટિમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ફાયર વિભાગ દ્વારા 9 ફાયર એન્જીન 01 સ્નોર અકેલ (બ્રન્ટો) 02 બૂમ વોટર બ્રાઉઝર  1 સી .એફ.ઓ 2 સ્ટેશન ઓફિસર 45 ફાયર મેન સાથોસાથ સ્ટ્રીટ લાઈટ  વિભાગ ના કર્મીચારીઓ પણ આ કામગીરી જોડાયા હતા. આમ આજરોજ આ કોલ મળતા ની સાથે મનપાની ટિમ દ્વારા કામગીરી કરેલ છે.

કંપનીમાં ઈજા પામેલાઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
અનંતરામ ઐયર ઉ.વ. 32 વર્ષ ICU, તુષારભાઈ પંચાલ ઉ.વ.29 ICU, રોનક આર ખત્રા ઉ.વ.28 ICU, હર્ષદભાઈ પટેલ ઉ.વ.35 ICU, પ્રશાંત ઠાકોર ઉ.વ.28 SD

Most Popular

To Top