Business

નાવ મેં નદી યા ડૂબે

હિંદુ શ્રાદ્ધવિધિમાં કાગડાને પિતૃઓનું પ્રતીક અથવા દૂત માનવામાં આવે છે. શ્રાદ્ધમાં બનાવેલું ભોજન કાગડાને અર્પણ કરવામાં આવે છે. તેનો અર્થ એવો નથી કે કાગડો ખરેખર ભોજનને કોઈ અલૌકિક રીતે પિતૃલોક સુધી લઈ જાય છે. ધાર્મિક માન્યતા મુજબ, પિતૃઓને અર્પણ કરેલી વસ્તુ કાગડાના માધ્યમથી સ્વીકારાઈ હોવાનું માનવામાં આવે છે. અહીં મુખ્ય ભાવ શ્રદ્ધા, સ્મરણ અને અર્પણનો છે. એટલે કાગડો માંસાહારી હોવા છતાં તે ભોજન ખાય છે કે નહીં, તેના કરતાં અર્પણ પાછળની ભાવના વધુ મહત્ત્વની છે. કાગડો ભૌતિક રીતે ખોરાક ખાય છે અને તે ખોરાક પિતૃઓ સુધી પહોંચાડે છે, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. શ્રાદ્ધમાં કાગડો પિતૃઓ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. શુદ્ધ અને સાત્ત્વિક ભોજનનો સંબંધ પણ કાગડાની પ્રકૃતિ કરતાં અર્પણ કરનારની ભાવના સાથે છે.
 સુરત    – દિવ્યેશ ભગત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top