Gujarat

અમદાવાદમાં નિરાશાજનક ઓછું મતદાન થતાં ભાજપે છેલ્લી ઘડીએ કાર્યકરોને દોડાવ્યા

અમદાવાદ શહેરમાં રવિવારે સવારથી જ મતદારોમાં મતદાનને લઈને કોઈ ખાસ ઉત્સાહ જણાતો ન હતો. અમદાવાદ ( ahemdabad) માં ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. બપોર સુધીમાં માત્ર ૨૦ ટકા જેટલું મતદાન થતાં ભાજપ ( bhajap) માં ચિંતા વધી હતી. જેના પગલે શહેર ભાજપના અગ્રણીઓએ તેમના કાર્યકર્તાઓને મતદાન કરાવવા માટે મતદારોને બહાર લાવવા દોડાવ્યા હતા.

અમદાવાદ શહેરમાં મનપાની ચૂંટણી માટે સૌથી ઓછું મતદાન થયું છે. જેના પગલે ભાજપની ચિંતામાં વધારો થયો છે. સવારથી જ શહેરના મતદારોમાં મતદાનને લઈ કોઈ ઉત્સાહ જણાતો ન હતો. એકલદોકલ મતદાન માટે જાગૃત નાગરિકો મતદાન કરવા જઈ રહ્યા હોવાનું જણાતું હતું.

ભાજપના કાર્યકરોમાં પણ કોઈ જોસ અને જુસ્સો દેખાતો ન હતો. ગત ચૂંટણી ( election) માં ભાજપના કાર્યકરો દ્વારા જે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો, તેવો ઉત્સાહ આ વખતે મનપાની ચૂંટણીમાં જણાતો ન હતો.પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને મોંઘવારીની મતદાન પર અસર
અમદાવાદના મતદારો ઉપર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને મોંઘવારીએ માઝા મૂકી છે, તેની સ્પષ્ટ અસર જોવા મળી હતી, અને તેના જ પગલે સૌથી ઓછું મતદાન અમદાવાદ શહેરમાં નોંધાયું હતુ.


છેલ્લા કલાકમાં કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી લાવવા મથામણ કરતા દેખાયા હતા
શહેરમાં બપોર સુધીમાં મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી હોવાથી ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરીની ચિંતામાં વધારો થયો હતો. જેથી ભાજપના સિનીયર આગેવાન આઇ.કે.જાડેજાએ તાત્કાલિક ધોરણે બેઠક યોજીને અમદાવાદ શહેરમાં મતદારો વધુમાં વધુ બહાર આવી મતદાન કરે તે માટે પેજ સમિતિના અને પેજ પ્રમુખોને આદેશ આપવામાં આવ્યા હતા. જેથી છેલ્લા કલાકમાં કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી લાવવા મથામણ કરતા દેખાયા હતા. જોકે તેઓને કોઈ મોટી સફળતા મળી નહોતી.

શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારના મતદાન મથકો ઉપર ઓછું મતદાન. અમદાવાદ શહેરના પોશ ગણાતા એવા બોડકદેવ, સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ઘાટલોડીયા, વેજલપુર, પાલડી સહિતના પશ્ચિમના વિસ્તારોમાં મતદારો મતદાન કરવા બહાર નીકળ્યા નહોતા.શહેરના પૂર્વ વિસ્તારની સરખામણીમાં પશ્ચિમ વિસ્તારના મતદાન કેન્દ્રો ઉપર ઓછું મતદાન નોંધાયું હતું. જેના પરથી એ સ્પષ્ટ થયું કે શહેરના પોશ ગણાતા વિસ્તારના મતદારો આ વખતે મતદાન કરવામાં કોઇ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી.

તો વળી શહેરના પૂર્વ વિસ્તારના મતદાન મથકો ઉપર સરેરાશ એકંદરે સારુ મતદાન નોંધાયું હતું. પશ્ચિમ વિસ્તારના મતદાન કેન્દ્રો ઉપર બપોર પછી મતદાનમાં વધારો થયો હતો, અને મતદારોએ છેલ્લી ઘડીએ મતદાન કર્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top