Entertainment

‘તારક મહેતા’ના પ્રોડ્યુસર અસિત મહેતા પર સિરિયલની જ અભિનેત્રીએ કર્યા જાતીય સતામણીના આક્ષેપ

મુંબઈ: છેલ્લાં 15 વર્ષ કરતા વધુ સમયથી પ્રેક્ષકોનું મનોરંજન કરતા ટીવીના પડદાના સૌથી લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ છેલ્લાં કેટલાંક સમયથી શોની ગરિમાને છાજે નહીં તેવા સમાચારોના લીધે ચર્ચામાં છે. એક બાદ એક શોના લોકપ્રિય અભિનેતા-અભિનેત્રીઓ આ શો છોડીને જઈ રહ્યાં છે. તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા અને પ્રોડ્યુસર અસિત મોદી વચ્ચેની તકરારે તો મીડિયામાં ઘણી ચર્ચા પણ જગાવી હતી.

હવે વધુ એક અભિનેત્રીએ આ શો છોડ્યો છે. જોકે, અભિનેત્રીએ શો છોડવાની સાથે જ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર જે આક્ષેપ કર્યા છે તેના લીધે ટેલિવુડમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા 15 વર્ષથી શ્રીમતી રોશન કૌર સોઢીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોને છોડી દીઝો છે. આ સાથે જ જેનિફરે સિરિયલના નિર્માતા અસિત કુમાર મોદી પર યૌન ઉત્પીડનનો આરોપ મુક્યો છે. 

જેનિફર મિસ્ત્રી બંસીવાલનો મોટો ખુલાસો
જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ સાથે નિર્માતા અસિત મોદી પર યૌન શોષણ જેવા ગંભીર આરોપો કર્યા છે. અભિનેત્રીએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘મને સોહેલ રામાણીએ ચાર વખત સેટ છોડવા માટે કહ્યું હતું અને જતીન બજાજે મારી કારની પાછળ ઊભા રહીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને મને સેટ છોડવાની મંજૂરી આપી ન હતી.

મેં તેમને કહ્યું કે મેં 15 વર્ષ સુધી શોમાં કામ કર્યું છે અને તેઓ મને બળજબરીથી રોકી શકતા નથી અને જ્યારે હું જઈ રહી હતી ત્યારે સોહેલે મને ધમકી આપી હતી. મેં અસિત કુમાર મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ દાખલ કરાવ્યો છે.

જેનિફરે વધુમાં જણાવ્યું કે તેને હોળી માટે અડધા દિવસની રજા જોઈતી હતી. કારણ કે તેની પુત્રી ખરેખર આ તહેવારની આતુરતાથી રાહ જોઈ રહી હતી. જો કે, મને મંજૂરી આપવામાં આવી ન હતી ત્યારબાદ અભિનેત્રીએ વિનંતી કરી કે બે કલાકનો વિરામ પણ તેના માટે કામ કરશે પરંતુ તે માટે પણ ના પાડી દેવાઈ હતી.

જેનિફરે કહ્યું, ‘જ્યારે મેં આ અંગે વળતી કાર્યવાહી કરી ત્યારે સોહેલે મારી સાથે અસભ્યતાથી વાત કરી અને લગભગ ચાર વખત મને ત્યાંથી જવાનું કહ્યું. ત્યારબાદ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીને મારી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બધું સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થયું છે.

જેનીફરે શું આક્ષેપ કર્યા?

  • 2019માં શૂટિંગ માટે યુનિટ સિંગાપોર ગયું હતું ત્યારે અસિતે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. ઘણી વખતતે હોટલના રૂમમાં બોલાવતા હતા. હું ના પાડતી ત્યારે કહેતા કે મજાક કરી રહ્યો છું. લોકો સામે મારા હોઠની પ્રશંસા કરતા. મને પર્સનલ મેસેજ કરતા. હું ઈગ્નોર કરતી તો મારો આડકતરી રીતે સંપર્ક કરતા. જેટલી વાર ના પાડી તેટલી વધારે મને હેરાન કરી છે.
  • મારી મેરેજ એનિવર્સરીના બીજા દિવસે મને ફોન કરીને કહ્યું, હવે ઉજવણી પૂરી થઈ ગઈ છે રૂમમાં આવો. એકવાર મને કહ્યું, તું મારી નજીક હોત તો હું તને ભેંટી પડત.
  • મારા ફોન ઉપાડવાના બંધ કર્યા, મારી રજાઓ રદ કરાઈ. વળતર સૌથી ઓછું આપવામાં આવતું. પર્સનલી અને પ્રોફેશનલી હેરેસમેન્ટ કરાયું.

અસિત મોદી પર યૌન શોષણનો આરોપ
આ પછી જેનિફર મિસ્ત્રીએ સૌથી ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શોના પ્રોડ્યુસર અસિત મોદી વિશે અભિનેત્રીએ કહ્યું કે, ‘અસિત મોદીએ મારી સાથે ભૂતકાળમાં ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા છે. શરૂઆતમાં મેં કામ ગુમાવી દેવાના ડરથી બધુ અવગણ્યું. પણ હવે બહું થયું. હવે હું સહન નહીં કરું. 

તેઓએ મને સેટ પર જબરદસ્તીથી રોકવાનો પ્રયાસ કર્યો અને ગેટ બંધ કરી દીધા અને મને બહાર ન જવા દીધી. મેં એક મહિના પહેલા સત્તાવાળાઓને ફરિયાદ મેઇલ મોકલી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. મને ખાતરી છે કે તેઓ તેની તપાસ કરશે અને આ બાબતે કામ કરશે. મને ખાતરી છે કે તેઓ તપાસ કરશે. મેં એક વકીલ રાખ્યો છે અને હું જાણું છું કે મને બહુ જલ્દી ન્યાય મળશે.

Most Popular

To Top