SURAT

પતિએ બીજા લગ્ન કરવાનું કહેતા પત્ની બની રણચંડી, પતિની કરી આવી હાલત

સુરત: સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક પતિ પોતાની પત્નીને વારંવાર બીજા લગ્ન કરવાનું કહી ઉશ્કેરતો હતો. દરમિયાન મંગળવારે રાત્રે ફરી એકવાર પતિએ પત્નીને ઉશ્કેરતા કહ્યું હતું કે તું તારી દીકરીને અહીંથી જતી રહે હું બીજા લગ્ન કરવાનો છું. બસ, પછી શું હતું? પત્નીનો પિત્તો ગયો. તેણીએ રણચંડીનું રૂપ ધારણ કર્યું, પતિને નીચે પછાડ્યો તેની છાતી પર બેસી ગઈ અને પછી એવું કામ કર્યું જે થવું જોઈતું નહોતું.

  • સચીન જીઆઈડીસી નજીકના પાલી ગામની ઘટના
  • મૂળ બિહારા 32 વર્ષીય રાકેશ મહંતોની હત્યા
  • પત્ની નીતુદેવીએ ગળું દબાવી હત્યા કરી
  • હત્યા બાદ બચવા માટે પતિ બેહોશ થયાનું નાટક કર્યું
  • પોલીસે મહિલાની ધરપકડ કરી

સચીન જીઆઈડીસી (Sachin GIDC) નજીકના પાલી ગામમાં (Pali Village) અવારનવાર પોતે બીજા લગ્ન (Second Marriage ) કરવા માંગતો હોવાનું કહીને પત્નીને ઉશ્કેરતા શ્રમિકને ગઈકાલે રાત્રે તેની પત્નીએ મોઢાના ભાગે પછાડી સાડી વડે ગળે ટૂંપો આપી હત્યા (Murder) કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે મહિલાની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

પાલીગામમાં ડી.એમ નગરની સામે સાંઈકૃપા સોસાયટીમાં રહેતો મૂળ બિહારનો 32 વર્ષીય રાકેશ મહંતો મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે તેની પત્ની નીતુદેવી (ઉ.વ.27) તથા પાંચ વર્ષના બાળકની સાથે રહેતો હતો. રાકેશ તેની પત્ની નીતુને અવારનવાર તુ તારા પુત્રને લઈને જતી રહે મારે બિહારમાં જઈને બીજા લગ્ન કરવા છે તેમ કહીને ઉશ્કેરતો હતો.

પતિની આ વાતને લઈને દંપત્તિ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. ગઈકાલે રાત્રે પણ રાકેશે બીજા લગ્ન કરવા છે કહીને પત્ની સાથે ઝઘડો કર્યો હતો. જેથી નીતુદેવીએ આવેશમાં આવી પતિ રાકેશ સાથે ઝગડો કરી મોઢાના ભાગે પછાડી પાડ્યો હતો. અને જમણી આંખની ભ્રમર ઉપર સાધારણ ઈજા કરી હતી. બાદમાં રાકેશને સાડીથી ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. રાકેશના ભાઈ ગોપાલ દશરથ મહંતો (ઉ.વ-૨૪, રહે.અરહમ કોમ્પ્લેક્ષ, પાલીગામ સચીન GIDC) એ ભાભીની સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. સચીન જીઆઈડીસી પોલીસે આરોપી નીતુદેવીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top