SURAT

સુરત: ચાલુ ટીવીમાં અચાનક બ્લાસ્ટ થતા ભાગદોડ મચી

સુરત: લીંબાયતનાં ગોવિદ નગરમાં ચાલુ ટીવીમાં (TV) અચાનક બ્લાસ્ટ (Blast) થતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહીં પણ બ્લાસ્ટનાં અવાજને લઈ પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. 10 વર્ષ જુના વિડીયો કોન કંપનીના ટીવીમાં બ્લાસ્ટ પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની વેણુગોપાલ આશંકા વ્યક્ત કરી છે. જોકે આ ઘટના બાદ લાગેલી સામાન્ય આગ ને કંટ્રોલ કરી દેવાતા ફાયર વિભાગ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

  • બ્લાસ્ટ થયેલું ટીવી વિડીયો કોન કંપનીનું અને 10 વર્ષ જૂનું હતું
  • બ્લાસ્ટ થયો હોવાની વાત વાયુવેગે પસરતા લોકોના ટોળા જોવા ભેગા થઈ ગયા
  • ફાયરે પાણીનો મારી ચલાવી આગને કંટ્રોલમાં લાવી દીધી

વેણુગોપાલ (ઘર માલિક)એ જણાવ્યું હતું કે ઘટના આજે સવારની હતી. મમ્મીએ ટીવી ચાલુ કરતા જ અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ લાગી ગઈ હતી. જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થતા ઘર બહાર દોડી જવું પડ્યું હતું. એટલું જ નહીં પણ પાડોશીઓ પણ ધડાકા ની અવાજ સાંભળી દોડી આવ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, ગોવિંદનગરમાં બ્લાસ્ટ થયો હોવાની વાત વાયુવેગે પસરતા લોકોના ટોળા જોવા ભેગા થઈ ગયા હતા. બ્લાસ્ટ બાદ ઘરમાંથી કાળા ધુમાડા નીકળતા જોઈ લોકોમાં ભય નો માહોલ ઉભો થયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો મારી ચલાવી આગને કંટ્રોલમાં લાવી દીધી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાની કે ઇજા થઈ ન હતી.

વધુમાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્ર ના રહેવાસી છે. માતા જોડે આ ઘરમાં રહે છે. લુમસના કારખાનામાં સુપર વાઇઝર તરીકે કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. બ્લાસ્ટ થયેલું ટીવી વિડીયો કોન કંપનીનું અને 10 વર્ષ જૂનું હતું. જોકે હાલ પરિસ્થિતિ સામાન્ય છે. ઘટના બાદ આગ કંટ્રોલ થઈ જતા ફાયર ને જાણ કરાઈ ન હતી.

Most Popular

To Top