SURAT

‘કહેતા ભી દિવાના..’ દેશના અન્ય શહેરોની સરખામણીમાં સુરતમાં ટ્રાફિક વ્યવસ્થા અદ્દભૂત!

સુરત (Surat): હવે કોઈ તમને કહે કે સુરતમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ રહે છે તો માનતા નહીં. કારણ કે સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા દેશના અન્ય શહેરોની સરખામણીમાં સારી નહીં પરંતુ અદ્દભૂત છે. આવું સ્માર્ટ સિટી સમિટમાં સુરતના મહેમાન બનેલા થાણે સ્માર્ટ સિટીના સીઈઓએ જાહેર મંચ પરથી કહ્યું છે.

શહેરમાં યોજાયેલી સ્માર્ટ સિટી સમિટમાં (Smart City Summit) અન્ય શહેરોમાંથી આવેલા મેયર (Mayor) તેમજ સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ સ્માર્ટ સિટી ઈવેન્ટથી ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમજ સુરત સ્માર્ટ સિટી કંપનીના સી.ઈ.ઓ ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈના મેનેજમેન્ટ અને માઈક્રો પ્લાનિંગથી (Micro Planning) પણ અન્ય શહેરોના સીઇઓ પ્રભાવિત થયા હતા.

થાણે (Thane) સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ પ્રહલાદ રોડેએ સુરત શહેર માટે તેમના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા (SMC) તેમજ સુરત સ્માર્ટ સિટી દ્વારા આ ઈવેન્ટ ખૂબ જ સારી રીતે મેનેજ કરવામાં આવી છે. સુરત સ્માર્ટ સિટી કંપનીના સી.ઈ.ઓ સ્વાતિ દેસાઈનું માઈક્રો પ્લાનિંગ દેખાય છે તેમજ મેનેજમેન્ટ પણ ખૂબ ગમ્યું છે. અમે રેડિશન હોટલમાં રોકાયા છે અને ત્યાંથી ઈવેન્ટ સુધી જઈએ છીએ પરંતુ અમને બે દિવસમાં સુરત શહેરમાં ટ્રાફિક જામનો બિલકુલ અનુભવ થયો નથી જે ખૂબ સારી વાત છે.

સુરતીઓ પરિવાર સાથે ફૂટપાથ ઉપર ભોજન કરે છે તે સારી બાબત છે : ઇન્દોરના સીઇઓ
ઇન્દોર સ્માર્ટ સિટીના સી.ઈ.ઓ અદિતી કરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં યોજાયેલી આ ઈવેન્ટનો અમને ખૂબ જ સારો અનુભવ થયો છે. તેમજ સુરત શહેરના લોકો પોતાના શહેરની કામગીરીમાં ખૂબ જ ઈન્વોલમેન્ટ બતાવે છે જે ખૂબ સારી બાબત છે. આ ઈવેન્ટમાં આવતી જતી વખતે એક વસ્તુ ખૂબ જ સારી એ જોઈ કે, સુરતના લોકો પોતાનું જમવાનું લાવી ફૂટપાથ ઉપર બેસી પરિવારજનો સાથે સમય વિતાવે છે જે ખૂબ જ સારી વાત છે.

એમ તો શહેર લોકો માટે હોય છે. પરંતુ સુરતમાં જાણે લોકોથી શહેર છે તેવી અનુભુતિ થઈ છે. તેમણે ઉમેર્યુ હતુ કે, ઇન્દોર તો સુરતની સરખામણીએ નાનું શહેર ગણાય આવડા મોટા શહેરમાં તંત્રની કામગીરી અસરકાર એટલે જ રહે છે કે લોકો તેમાં સહકાર આપે છે.

ક્લાયમેટ સિટી એસેમેન્ટમાં સુરત શહેરને ફોર સ્ટાર રેટિંગ સાથે એવોર્ડ
સુરત: સ્માર્ટ સિટી મિશનમાં સુરત શહેરની કામગીરી શરૂઆતથી જ અવ્વલ રહી છે. શહેરમાં યોજાયેલી નેશનલ સ્માર્ટ સિટી સમિટના પ્રથમ દિવસે યોજાયેલા એવોર્ડ સેરેમનીમાં સુરત શહેરને વિવિધ કેટેગરીમાં પાંચ એવોર્ડ આપવામાં આવ્યા હતા તેમજ બીજા દિવસે સ્માર્ટ સિટી સમિટમાં ક્લાયમેટ સિટી એસેસમેન્ટમાં મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના ક્લાયમેટ સેન્ટર ઓફ સિટીઝ અંતર્ગત સુરત શહેરને એવોર્ડ એનાયત કરાયો હતો. મેયર હેમાલી બોઘાવાલાએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો. સુરત શહેરને ફોર સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયા હતા તેમજ કુલ 2800 માર્કસ પૈકી સુરત શહેરને 2224 માર્કસ મળ્યા હતા.

કઈ કેટેગરીમાં કેટલા માર્કસ મળ્યા?

  • એનર્જી એન્ડ ગ્રીન બિલ્ડીંગમાં 600માંથી 433 માર્કસ
  • અર્બન પ્લાનિંગ, ગ્રીન કવર અને બાયોડાવર્સિટીમાં 500માંથી 435 માર્કસ
  • મોબીલીટી એન્ડ એર ક્વોલિટીમાં 500માંથી 306 માર્કસ
  • વોટર મેનેજમેન્ટમાં 600માંથી 450 માર્કસ
  • વેસ્ટ મેનેજમેન્ટમાં 600માંથી 600

Most Popular

To Top