SURAT

સુરત: ગટરમાં નાખી દીધેલું ભ્રુણ છેક મનપાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુવામાંથી મળ્યું

સુરતઃ (Surat) સિંગણપોર ખાતે આવેલા પારસ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના (Suez treatment plant) ડ્રેનેજના કુવામાંથી ભ્રૂણ (Fetus) મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ ભ્રૂણ ત્રણ-ચાર મહિનાનું હોવાનું ડોક્ટરોએ કહ્યું હતું. તેમજ આ ભ્રૂણ કોઇ ગટર વાટે ડ્રેનેજમાં આવ્યું હોવાનું પણ અનુમાન લગવાઇ રહ્યું છે. આ બાબતે ચોકબજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • ભ્રુણ 3થી 4 માસનું છે, સિંગણપોરના પ્લાન્ટના કુવામાં ભ્રુણ મળવાથી અધિકારીઓ પણ દોડી આવ્યા
  • પાલિકાના સ્ટાફના માણસો કૂવામાં ઉતર્યા ત્યારે કૂવામાંથી ભ્રૂણ મળી આવ્યું હતું

પ્રાપ્ત વિગતો મુજબ સિંગણપોર પાસે આવેલી ડ્રેનેજ લાઇનમાં જ્યારે પાણી ઓછું થાય ત્યારે સ્ટાફના માણસો ડ્રેનેમાં જઇને કૂવાની સાફ-સફાઇ કરતા હોય છે. સોમવારે સવારે સ્ટાફના માણસો કૂવામાં ઉતર્યા ત્યારે કૂવામાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. આ અંગે સ્ટાફના માણસોને જાણ કરવામાં આવી હતી. ડ્રેનજ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ભ્રૂણને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાયું હતું. જ્યાં ડોક્ટરોએ કહ્યું હતું કે, આ ભ્રૂણ બાળકનું છે અને ત્રણથી ચાર મહિના જૂનું છે કોઇ વ્યક્તિએ ગટર લાઇનલાઇન મારફતે પાણીમાં નાંખી દીધું હોવાની શંકાપણ વ્યક્ત કરાઇ છે. આ બાબતે ચોકબજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

હીરાના કારખાનામાં મેનેજર તરીકેની નોકરીની લાલચ આપીને 23 વર્ષિય યુવકે બળાત્કાર ગુજાર્યો

સુરત : સરથાણામાં રહેતી ત્રણ સંતાનોની માતાને હીરાના કારખાનામાં મેનેજર તરીકેની નોકરીની લાલચ આપીને 23 વર્ષિય યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને માનસિક ત્રાસ આપવામાં આવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી એક મહિલા હીરાના કારખાનામાં કામ કરે છે, આ ઉપરાંત નવરાશના સમયે સામાજીક કામ સાથે પણ સંકળાયેલી છે. આ દરમિયાન તેની મુલાકાત મોટા વરાછા સુદામા ચોક પાસે સાંઇ શ્રદ્ધા રેસીડેન્સીમાં રહેતા નિલેશ ઘનશ્યામ લાઠીયાની સાથે થઇ હતી. નિલેશ અને મહિલા બંને સામાજીક કામ સાથે કરતા હોવાથી ગાઢ મિત્રતા થઇ હતી. આ બંને બહાર ફરવા માટે ગયા હતા, મહિલાને હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરવાની લાલચ પણ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન નિલેશે મહિલાના બિભત્સ ફોટા પાડી લીધા હતા અને તે ફોટા વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. દરમિયાન નિલેશે મહિલાના ત્રણ બાળકો તેમજ તેના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મહિલા ડિપ્રેશનમાં આવી ગઇ હતી. આ દરમિયાન મહિલાના પતિએ મહિલાને સમજાવીને સરથાણા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે નિલેશની સામે ગુનો નોંધીને તેની ધરપકડ પણ કરી હતી.

Most Popular

To Top