SURAT

સુરત: રોડ શોમાં જુનિયર મોદી બનીને આવેલો પીએમ મોદીનો નાનકડો ફેન ઋષિ આકર્ષણનું કેન્દ્ર બન્યો

સુરતઃ લિંબાયતમાં વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીને જોવા માટે જુનિયર મોદી બનીને આવેલા નાનકડો ફેન ઋષિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઋષિ સભાસ્થળે પીએમ મોદીની વેશભૂષામાં આવ્યો હતો. ધો.૧માં અભ્યાસ કરતો ઋષિ તેમની મમ્મી દિપિકાબહેન સાથે વડાપ્રધાનની એક ઝલક નિહાળવા આવ્યો હતો. ખાસ વાત તો એ છે કે, ઋષિએ જે રીતે શાળામાં બાળકોને A ફોર એપલ શીખવવામાં આવે છે તે રીતે તે ABCD ના તમામ મૂળાક્ષરોને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં અમલી બનેલી તમામ યોજના, પ્રોજેક્ટ્સ, નવતર આયામોને A થી Z સાથે જોડીને કડકડાટ બોલી શકે છે.

દા.ત. A ફોર અટલ પેન્શન યોજના, B ફોર બેટી બચાઓ, બેટી પઢાઓ, C ફોર કરપ્શન ફ્રી ઈન્ડિયા, D ફોર ડિજીટલ ઈન્ડિયા, S ફોર સ્વચ્છ ભારત અભિયાન, U ફોર ઉજ્જવલા યોજના, J ફોર જનધન યોજના N ફોર NPS-નેશનલ પેન્શન યોજના, M ફોર મેક ઈન ઈન્ડિયા એમ અંગ્રેજીના તમામ મૂળાક્ષરો સાથે જોડીને કંઠસ્થ કરી લીધા છે. ઋષિ આટલી નાની ઉંમરે ઋષિ ગજબની યાદશક્તિ ધરાવે છે. એટલું જ નહીં, તે વડાપ્રધાનની ઘણા ભાષણો પણ યાદ કર્યા છે, અને મોદીજીની આગવી અદામાં પણ બોલી શકે છે. મુળ રાજસ્થાનના વતની ઋષિનો પરિવાર સુરત શહેરના પર્વત પાટીયા ખાતે રહે છે. ઋષિના પિતા મહેન્દ્રભાઈ પુરોહિત ઈલેક્ટ્રિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. નરેન્દ્રભાઈ મોદીથી પ્રેરણા મેળવીને તે મોટો થઈ પ્રધાનમંત્રી બનવા માંગે છે.

સુરત હવે ઇ-વ્હીકલ સિટી તરીકે પણ ઓળખાશે : વડાપ્રધાન મોદી સુરત મનપાની ઇ-પોલિસી પર ઓળઘોળ થયા
સુરત : દેશમાં સૌપ્રથમ ઇ-વ્હીકલ પોલિસી બનાવનાર સુરત મનપાએ ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા ભરપુર પ્રયાસો કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતમાં 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનના લોકાર્પણઅને 25 ચાર્જિગ સ્ટેશનના ખાતમુહુર્ત કરતા જણાવ્યું હતું કે, સુરતની અનેક પ્રકારની છબી આપણી સમક્ષ છે. પહેલા ડાયમન્ડ સિટી, ગ્રીન સિટી, ટેક્સટાઇલ સિટી બાદ હવે ક્લિન સિટી અને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ ઊભી કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેવા સમયે સુરત શહેરમાં ૨૫ ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા છે. હજુ ૫૦૦ સ્ટેશન શરૂ કરાશે. સુરતમાં આગામી સમયમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના ૮૦ ટકા વાહનો ઇલેક્ટ્રિક થશે એટલે સુરત ઇલેક્ટ્રિક વ્હિકલ સિટી તરીકે પણ ઓળખાશે.

Most Popular

To Top