SURAT

સુરતની જનતા માર્કેટ પર દોઢસો જમાદારોની ટીમ સાથે સવાસો દુકાન પર પોલીસ ત્રાટકી

સુરત : ચોક બજાર ખાતે આવેલા મોબાઇલ (Mobile) બજારમાં પોલીસ (Police) દ્વારા દરોડા (Raid) કરવામાં આવ્યા હતા. તેમાં શહેરમાં જે રીતે પ્રતિદીન સો કરતા વધારે મોબાઇલ સ્નેચિંગ થઇ રહ્યા છે ત્યારે આ મોબાઇલ ફોન સ્થાનિક બજારમાં વેચી મારવામાં આવે છે તેવી પોલીસને સંખ્યાબંધ ફરિયાદો મળી રહી હતી. કમિશનર અજય તોમરે આ મામલે જનતા માર્કેટમાં દરોડા કરવા આદેશ આપ્યા હતા. સાંજના ચાર વાગ્યાના સુમારે દોઢસો કોન્સ્ટેબલો સાથે સવાસો કરતા વધારે દુકાન પર દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.

  • એડિશનલ સીપી સિંગલ જાતે રેઇડ કરવા ઉતર્યા
  • શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા મોબાઈલ સ્નેચિંગના બનાવોના બનાવોથી પોલીસખાતાનું મેગા ઓપરેશન
  • ચોરીના મોબાઈલ સ્થાનિક બજારમાં વેચી દેવાતા હોવાથી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઇકો સેલનુ સંયુકત ઓપરેશન

આ દરોડા કાર્યવાહી ઇકોનોમી સેલ, સ્પેશયલ ઓપરેશન ગ્રુપ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. તેમાં તમામ દુકાનમાં જે સેંકડ હેન્ડ મોબાઇલ વેચવામાં આવે છે તેના બિલીંગની વિગતો પોલીસ દ્વારા માંગવામાં આવી છે. દરમિયાન પચાસ જેટલા મોબાઇલ શંકાસ્પદ મળ્યા હોવાની વિગત જાણવા મળી છે. પોલીસે આ મામલે કોઇ સત્તાવાર સમર્થન આપ્યું નથી. શહેર પોલીસ જે રીતે મોબાઇલ ફોનનું સ્નેચિંગ વધ્યું છે તે ફોન સ્થાનિક બજારમાં વેચાતા હોવાની શંકાને આધારે આ દરોડા કાર્યવાહી કરી હોવાની વિગત જાણવા મળી છે.

100 કરતા વધારે મોબાઇલ ફોન સ્નેચિંગ થઇ રહ્યા છે
સુરતમાં પ્રતિ દીન સો કરતા વધારે મોબાઇલ સ્નેચિંગ થઇ રહ્યાં છે. આ ચોરેલા મોબાઇલ ક્યાં જઇ રહ્યા છે તે પોલીસ શોધી રહી છે. તેમાં આ મોબાઇલ ફોન નેપાળમાં મોકલવામાં આવે છે આ ઉપરાંત આઇએમઆઇએ નંબર બદલીને તેને સેકંડ માર્કેટમાં વેચવામાં આવે છે. જનતા માર્કેટમાં થયેલી દરોડા કાર્યવાહી બાદ શહેરમાં સેકંડ મોબાઇલ વિક્રેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Most Popular

To Top