SURAT

‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સુરતના વેપારીઓનું અનોખું યોગદાન

સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi Amrut Mahotsav)ની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા(Har Ghar Tirnga) લહેરાવવાનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સુરત(Surat)ના કાપડના વેપારી(cloth merchants)ઓને ફળ્યો છે. વેપારીઓ પણ દેશભરમાં ઊભા થયેલા રાષ્ટ્રભક્તિના માહોલનો લાભ ઉઠાવવા તરેહતરેહની યુક્તિઓ અજમાવી રહ્યા છે.

  • સુરતના કાપડના વેપારીઓ દેશભક્તિના રંગે રંગાયા
  • બોક્સ પેકિંગમાં સાડી સાથે વેપારીઓ એક તિરંગો ફ્રી આપશે
  • સાડીનું પેકેજિંગ પણ તિરંગાનું બનાવાયું
  • એક લાખ સાડીઓનાં વેચાણ માટે તિરંગા બોક્સ પ્રિન્ટ કરવામાં આવ્યાં

તિરંગા કલર(India flag Color)ના સાડી(Saree)નાં બોક્સ પેકિંગ(Box Packing) બનાવી એમ સાડી સાથે એક તિરંગો(Indian Flag) ફ્રી(Free)ની સ્કીમ શરૂ કરવામાં આવી છે. એક જ વેપારીએ કુલ એક લાખ તિરંગા પેકેજિંગ બોક્સ મંગાવી સાડીઓનું વેચાણ શરૂ કર્યું છે. માત્ર ઉત્તર ભારતનાં રાજ્યોમાં 50,000થી વધુ સાડીઓની ડિલિવરી કરવામાં આવી છે. આ વેપારમાં ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓ પણ જોડાઈ છે. 15 ઓગસ્ટ સુધી સાડીઓની પણ ડિલિવરી કરવામાં આવશે. દેશભરમાં તિરંગાની ડિમાન્ડ વધતાં સુરતના કાપડ વેપારીઓને 10 કરોડ તિરંગા માટેના ઓર્ડર મળ્યા હતા. મોટા ભાગના તિરંગાની ડિલિવરી સુરતના કાપડના વેપારીઓ કરી પણ ચૂક્યા છે.

અત્યાર સુધીમાં 50,000 સાડી વેચાઈ
કાપડના વેપારી રાજીવ ઓમરે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગાનું અભિયાન ચાલી રહ્યું છે. શહેરોમાં તિરંગા સરળતાથી મળી રહ્યા છે. બહારગામમાં અમારો ગ્રાહક વર્ગ ગ્રામીણ વિસ્તારનો હોવાથી પ્રારંભમાં તિરંગા પેકેજિંગમાં સાડીઓ સાથે તિરંગો ફ્રી યોજના મુકાઈ એને સારો પ્રતિસાદ મળતાં એક લાખ સાડીઓનાં વેચાણ માટે તિરંગા બોક્સ અને ઝંડા ખરીદવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં 50,000 સાડી વેચાઈ ગઈ છે. બાકીનાં બોક્સ હવે બે-ત્રણ દિવસમાં ડીસ્પેચ થશે. રોજ 8000થી 10000 સાડીઓ ડીસ્પેચ થઈ રહી છે. વેપારીઓનું માનવું છે કે, તિરંગા અને બોક્સ વધી જશે તો આ સ્ટોક નવા વર્ષે 26 જાન્યુઆરી પહેલાં વેચાશે. એટલે ડિમાન્ડ સામે સપ્લાય ઉપરાંત સ્ટોક પણ રાખવામાં આવ્યો છે. ઘણા વેપારીઓ આ પ્રકારે સાડીઓનો વેપાર ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી, હરિયાણાના કાપડ બજારમાં કરી રહ્યા છે. વર્ષમાં બે વાર આ પ્રકારનો વેપાર થાય તો મંદીના સમયે ખર્ચો નીકળી શકે.

Most Popular

To Top