SURAT

સુરતમાં આતંક મચાવનાર ફૂલન દેવી અને ભૂરી ડોન બાદ હવે કોણ છે આ લેડી ડોન ભાવલી?

સુરત: (Surat) સુરતના વરાછા, પૂણા વિસ્તારમાં આતંક (Terror) મચાવનારી લેડી ડોનના (Lady Don) લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. ભાવના એટલેકે ભાવલી છેલ્લા બે ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં (Social Media) છવાયેલી છે. જોકે હાલમાં તે જેલની હવા ખાઈ રહી છે. દાદાગીરી, લોકોને ડરાવવા અને ચાકૂ મારવાની ઘટનાને પગલે પોલીસે ભાવના ઉર્ફે ભાવલી અને તેના સાથીની ધરપકડ કરી છે. જોકે ભાવલીનો મારામારીનો વીડિયો સામે આવ્યા બાદ અન્ય લેડી ડોનના નામ પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

પૂણા પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મિડીયામાં ચકચારી બનેલો ભાવલી અને રામુ બાડાની ફાઇટિંગના વિડીયો બાદ પોલીસ દ્વારા આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ભાવલી દ્વારા રામૂ બાડો જે તેનો મિત્ર કહેવાય છે તેને ચાકૂ મારવાનો વિડીયો વાયરલ થયો હતો. કાપોદ્રા પોલીસ દ્વારા 24 વર્ષીય ભાવલી ઉર્ફે ભાવના અનિલ વાળાની ધરપકડ કરવામાં આવી હતી. માથાભારે ભાવના ઉર્ફે ભાવલી સામે બે જેટલી મારામારીની ફરિયાદ દાખલ થયેલી છે. આ ઉપરાંત રાહુલ ઉર્ફે રામુ બાડા જે કામરેજ વાવગામનો રહેવાસી છે તેની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી સામે કુલ્લે છ જેટલા ગુના દાખલ થયા હોવાની વિગત જાણવા મળી છે.

જોકે આ દરમ્યાન વરાછા, પૂણા વિસ્તારની અન્ય લેડી ડોન પણ ચર્ચામાં આવી ગઈ છે. થોડા સમય અગાઉ અસ્મિતા ઉર્ફે ભૂરીનો વરાછા વિસ્તારમાં આતંક હતો. લેડી ડોન ભૂરી ગામડાની સીધી સાદી છોકરી હતી. પરંતુ હવે તે સુરતમાં લેડી ડોન તરીકે જાણીતી થઈ ગઈ છે. અવારનવાર તેની ગુંડાગીરીના કિસ્સાઓ સામે આવે છે. જોકે ભૂરીના પિતા આજે પણ મજૂરી કામ કરે છે.

બીજી તરફ ગોલ્ડન ઉર્ફે ગૌતમ ગોયાણીની બહેન કોમલ ગોયાણી પણ લેડી ડોન તરીકે ઓળખાય છે. જમીનના વિવાદ હોય કે ત્રિપલ મર્ડર કેસમાં સામેલ હોવાની વાત હોય. કોમલનું નામ એક સમયે ઘણું ચર્ચામાં હતું. તો આવી જ એક લેડી ડોન ફૂલન દેવી થોડાક સમય માટે ચર્ચામાં રહી હતી. વરાછા વિસ્તારમાં રહેતી અસ્મિતા મકવાણા ચપ્પુ રાખી લોકોને ડરાવવા અને મારામારી કરવા માટે બદનામ હતી.

જોકે હવે પાતોની માતા અને દિકરી સાથે પુણા વિસ્તારના સીતાનગર ખાતે ભાવિકા વાળાનો એક વીડિયો વાયરલ થયા બાદ તે ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ ભાવિકા પતિ સાથે છૂટાછેડા બાદ પિયરમાં આવી ગી હતી. ધીમે ધીમે તે ગુનાખોરીના રવાડે ચઢી ગઈ હતી. ભાવિકા દ્વારા વાહનચાલકોને તથા રસ્તે ચાલતાં લોકોને હથિયાર બતાવી ધાકધમકી આપી રોફ બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. ભાવલીનો કાપોદ્રા પુણા ગામ સ્થિત નાલંદા સ્કૂલના ગેટ પાસે ગુંડાગીરીનો વીડિયો સામે આવ્યો હતો. શરૂઆતમાં તો વાયરલ વીડિયો જોઈ લોકો તેને ભૂરી માની બેઠા હતા પરંતુ બાદમાં તે ભાવિકા હોવાનું જાણવા મળ્યું હતુ. વાઇરલ થયેલા વીડિયોમાં તપાસ શરૂ કરી પોલીસે ભાવના ઉર્ફે ભાવલી અને તેના સાગરીત રાહુલ ઉર્ફે રામુ બાડા જે કામરેજ વાવગામનો રહેવાસી છે તેની પણ ધરપકડ કરી હતી.

Most Popular

To Top