SURAT

એવું શું થયું કે, સુરત શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહનું રાજીનામું કેમ લઈ લેવાયું?

સુરત (Surat): છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાત (Gujarat) ભાજપમાં (BJP) એક પછી એક પત્રિકાકાંડ (PatrikaKand) બહાર આવી રહ્યા છે. આવા જ એક પત્રિકાકાંડમાં હવે સુરત મહાનગરપાલિકાની (SMC) સંચાલિત શિક્ષણ સમિતિના (ShikshanSamiti) અધ્યક્ષ ધનેશ શાહનું (DhaneshShah) ભાજપ દ્વારા અધ્યક્ષ તેમજ સભ્યપદેથી પણ રાજીનામું (Resignation) લઈ લેવામાં આવ્યું છે.

  • ગેરવહીવટના આક્ષેપોની સાથે વિવાદી ધનેશ શાહએ ભાજપના જ આગેવાનો વિરૂદ્ધની પત્રિકા તૈયાર કરીને પક્ષના જ અન્ય આગેવાનોને મોકલી હતી
  • ધનેશ શાહ સીસીટીવીના ફુટેજમાં દેખાતા ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરાઈ રહ્યાની ચર્ચા, સંભવત: ગુનો દાખલ થશે

અગાઉ ધનેશ શાહ સામે શિક્ષણ સમિતિમાં ગેરવહીવટના અનેક આક્ષેપો પણ થયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિર્ણયો સામે સવાલો ઉઠાવવા ઉપરાંત મનપાના હાલના તેમજ પુર્વ પદાધિકારીઓ અને અનેક નગર સેવકો અમુક ધારાસભ્યો બાબતે પણ ભળતું-સળતું લખાણ કરીને નનામા પત્રો પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રી, વડાપ્રધાન અને તમામ નગરસેવકોને મોકલ્યા હોવાની તેના પર શંકા છે.

સીસીટીવીમાં ધનેશ શાહના ફુટેજ મળ્યાની પણ ચર્ચા છે. જેથી આ મુદ્દે છેલ્લા ત્રણચાર દિવસથી ક્રાઇમબ્રાન્ચ દ્વારા પણ તપાસ ચાલી રહી હતી તેવી ચર્ચા ચાલી રહી છે. આ મામલે ગમે તે ઘડીએ ધનેશ શાહની સામે ગુનો દાખલ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અગાઉ ભાજપમાં અનેક દાવેદાર હોવા છતાં પણ ભાજપ દ્વારા ધનેશ શાહને શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા પરંતુ ધનેશ શાહ પોતાની કામગીરીમાં નબળા સાબિત થયા હતા. ધનેશ શાહ પાંચ જ મિનીટમાં શિક્ષણ સમિતિની મીટિંગ પુરી કરી દેતા હતા. તેમની સામે વિપક્ષ દ્વારા ગેરવહીવટના પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

પાંચ જ મિનિટમાં સભા આટોપી લેવાને કારણે પક્ષે તેને ઠપકો પણ આવ્યો હતો પરંતુ ધનેશ શાહ અટક્યા નહોતા અને શિક્ષણ સમિતિના ચેરમેન જેવા મોટા હોદ્દા પર હોવા છતાં પણ તેમણે ભાજપના જ આગેવાનો સામે શા માટે પત્રિકાઓ લખી તે તપાસનો વિષય છે. આગામી સમયમાં અન્ય નેતાઓના નામ પણ ખુલે તેવી શકયતા ચર્ચાઇ રહી છે.

ભાજપના રાજમાં કોઇ સમિતિ ચેરમેનને ચાલુ ટર્મમાં હાંકી કાઢવાની સંભવિત પ્રથમ ઘટના
એવું મનાય છે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે એટલે મોટા ભાગે આવી ઘટનાઓમાં જવાબદાર નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે છે, ભુતકાળમાં તેમજ નજીકના ભવિષ્યમાં આવી ઘટનાઓ બની ચુકી છે. પરંતુ સુરત ભાજપના ઇતિહાસમાં કોઇ સમિતિના ચેરમેનને ચાલુ ટર્મમાં હાંકી કઢાયાની આ પ્રથમ ઘટના છે.

Most Popular

To Top