SURAT

ડિંડોલીના ફ્લાવર ગાર્ડનમાં ફરતાં કપલ સાથે એવું તો શું થયું કે લોકો ભેગા થઈ ગયા

સુરત : ડિંડોલીના ફ્લાવર ગાર્ડનમાં રાત્રે 11 વાગ્યાના સમયે એક દંપતી બેઠું હતું ત્યારે જ ત્યાં પોલીસ જઈ પહોંચી હતી. અહીં ત્યાર બાદ એવી ઘટના બની કે સહેજ વારમાં લોકટોળું ભેગું થઈ ગયું હતું અને મામલો શાંત પાડવા માટે પોલીસે તે કપલને પોલીસ સ્ટેશન લઈ જવું પડ્યું હતું.

(Surat) ડિંડોલીમાં (Dindoli) આવેલા ફ્લાવર ગાર્ડનને (Flower Garden) રાત્રે 11 વાગ્યે બંધ કરાવવા ગયેલી ડિંડોલી પોલીસ ઉપર એક દંપતી (Couple) તેમજ અન્ય એક મહિલાએ પોલીસની સાથે માથાકૂટ કરી ઝપાઝપી કરી હતી. જે અંગે દંપતિ સહિત ત્રણની સામે ફરિયાદ કરવામાં આવી હતી.

  • ફ્લાવર ગાર્ડનમાં ગોડાદરાના ચતુર ધામેચા પત્ની ચંપા અને સુનીતા લાલાણી સાથે બેઠાં હતાં
  • પોલીસે તેઓને ઘરે જવા કહ્યું ત્યારે તેઓ ગાળાગાળી કરવા માંડ્યા હતા
  • એક દંપતી તેમજ અન્ય એક મહિલાએ પોલીસની સાથે જીભાજોડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રાપ્ત વિગતો મુજબ જે.ડી.પંડ્યા ડિંડોલી પોલીસ સ્ટેશન તેમજ બીજો સ્ટાફ ફ્લાવર ગાર્ડન પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન ગાર્ડનમાં વધારે ભીડ હોવાથી તેઓએ ગાર્ડનમાં ભેગા થયેલા માણસોને બહાર જવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન ગાર્ડનમાં ગોડાદરા આસ્તિકનગરમાં રહેતા ચતુરભાઇ લવજીભાઇ ધામેચા, ચંપાબેન ચતુરભાઇ ધામેચા અને સુનીતાબેન સંજયભાઇ લાલાણી પણ જોવા મળ્યા હતા. પોલીસે તેઓને ઘરે જવા માટે કહ્યું હતું. પરંતુ તેઓ પોલીસ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. આ ઉપરાંત પોલીસની સાથે ઝપાઝપી પણ કરી હતી. આ બનાવ અંગે ડિંડોલી પોલીસે ચતુરભાઇ, તેમની પત્ની ચંપાબેન અને અન્ય મહિલા સુનીતા લાલાણી સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પાંડેસરા હાઉસિંગમાં માથાભારે બંટી બડગુજ્જરની દાદાગીરી, લોકોને ધમકાવી પૈસા ઉઘરાવે છે!
સુરત: પાંડેસરા હાઉસીંગમાં રહેતા માથાભારે બંટીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બંટી સ્થાનિક લોકો પાસેથી બળજબરી રૂપિયા કઢાવતો હોવાની ફરિયાદ સલુમમાં કામ કરતા વિકાસે નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરા ખાતે અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા 28 વર્ષીય વિકાસ વસંત ઠાકુર આર્વિભાવ સોસાયટીમાં વેલકમ હેર કટીંગની દુકાનમાં સલુનનું કામ કરે છે. ચારેક મહિના પહેલા દિવાળી વખતે રાત્રે ઘરે જતો હતો ત્યારે બંટી બડગુજ્જર રસ્તામાં મળ્યો હતો. બંટીએ વિકાસ સાથે ગાળા ગાળી કરી હતી. અહીંય રહેવું હોય તો મને પૈસા આપવા પડશે હું હાઉસીંગનો ભાઈ છું. મારાથી અહીંયા બધા ડરે છે તેવી ધમકી આપી હતી. તારી પાસે કેટલા પૈસા છે મને આપી દે નહીંતર અહીંયા રહેવા દઈશ નહીં તેવી રીતે ડરાવી વિકાસ પાસેના 4500 રૂપિયા બળજબરી લઈ લીધા હતા. ત્રણ દિવસ પહેલા 24 ફેબ્રુઆરીએ રાત્રે વિકાસ ઘરે જતો હતો ત્યારે બંટીએ વિકાસને રોકીને ચાલ તારી પાસે જે પૈસા હોય તે મને આપી દે નહીતર તુ મને જાણે છે હું શુ કરી શકું છુ. ડરીને વિકાસે 500 રૂપિયા બંટીને આપી દીધા હતા. બાદમાં બંટીના ત્રાસથી કંટાળી વિકાસે પાંડેસરામાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top