SURAT

સુરત: કાપોદ્રામાં પાણીની ટાંકીમાં ગાય પડી જતા કલાકોની જહેમત પછી રેસ્કયુ કરાય

સુરત: સુરત (Surat) કાપોદ્રામાં પાણીની ટાંકીમાં (Water tank) ગાય (Cow) પડી જતા લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે ફાયરના (Fire) જવાનોએ ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરી ભારી ભરખમ ગાયનો જીવ બચાવી લીધો હતો. ફાયરે જણાવ્યું હતું કે ગાય 15 ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હોવાના કોલ બાદ ફાયરના જવાનો ઘટના સ્થળે દોડ્યા હતા.

ફાયર વિભાગે આ ઘટના અંગે જણાવ્યું હતું કે ઘટના કાપોદ્રામાં ભક્તિનગર-2 ના એક મકાનમાં બની હતી. મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. મકાનના આગળના ભાગમાં ભુગર્ભ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. ટાંકીના ઢાંકણ માટેના ખુલ્લા ભાગ પર હાલ લાકડાના પાટીયા વડે ઢાંકી દેવાયું હતું. વધુમાં જણાવ્યું હતું કે આ ઢાંકણ પરથી ગાય પસાર થતા પાટીયા તુટી ગયા હોય અને ગયા સીધી 15 ફૂટ ઉંડી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ બાદ સ્થાનિક લોકોએ ગાયને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળ ન થતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

ફાયરના એક અધિકારી જણાવ્યું હતું કે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી દોરડાની મદદથી ગાયને બાંધી નીચેથી સપોર્ટ આપી સહી સલામત રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ ગાયનો જીવ બચાવી બહાર કઢાતા લોકોમાં ખુશી જોવા મળી હતી. એટલું જ નહીં પણ નવ નિર્મિત બાંધકામ વાળી જગ્યાઓ પર અંદર ગ્રાઉન્ડ ટાકાને મજબૂત સપોર્ટ આપી બંધ રાખવા સૂચન કરાયું છે.

ફાયર ઓફિસર વિનોદ રોજીવાડીયાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં ઘટના બની હતી તે વિસ્તારમાં મોટા ભાગે તબેલાઓ આવ્યા છે. તબેલામાંથી એક ગાય છુટી પડીને અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે ગઈ હતી અને 8થી 10 ફૂટ ઊંડી પાણીની ટાંકીમાં ખાબકી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ગાય બહાર નીકળવા માટે ખુબ તરફડીયા મારી રહી હતી. અને ત્યાર બાદ ફાયરના જવાનો પાણીની ટાંકીમાં ઉતાર્યા હતા અને ગણતરીના મિનિટમાં જ ગાયને રેસ્ક્યુ કરી લેવાની કામગીરી કરી હતી. સવારે વરસાદ પણ ધોધમાર વરસી રહ્યો હતો, તેથી ગાયને પાણીની ટાંકીમાંથી બહાર કરવામાં પણ ખુબ અડચણનો સામનો ફાયરની ટીમને કરવો પડ્યો હતો.

Most Popular

To Top