SURAT

સુરત શહેર-જિલ્લામાં આચારસંહિતાનો અમલ, વિવિધ પાર્ટીઓના 3178 હોર્ડિંગ્સ અને પેઈન્ટિંગ દૂર કરાયા

સુરત: (Election) ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની (Election) તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લામાં આચારસંહિતાના (Code of Conduct) ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી રહી છે. સુરત શહેર-જિલ્લાની તમામ ૧૬ વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા હોર્ડિંગ્સ, પોસ્ટરો તેમજ દિવાલ પર દોરેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત જિલ્લામાંથી પબ્લીક તથા ખાનગી સ્થળોએથી ૮૧૦ વોલ પેઇન્ટિંગ, ૧૨૭૨ પોસ્ટરો, ૪૪૦ બેનરો તથા અન્ય ૬૫૬ મળી કુલ ૩૧૭૮ પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી હતી. સુરત ઉત્તરમાં ૪૦, વરાછા રોડમાંથી ૨૪, કરંજમાંથી ૨૧, લીંબાયતમાં ૩૭૫, સુરત પુર્વમાંથી ૧૪૪, ઉધનામાંથી ૪૧૫, મજુરામાંથી ૯૯, કતારગામમાંથી ૫૪, સુરત પશ્વિમમાંથી ૪૫, ચોર્યાસીમાંથી ૭૦૮, બારડોલીમાંથી ૫૫૨, મહુવામાંથી ૫૮, ઓલપાડમાંથી ૨૨૫, કામરેજમાંથી ૧૬૩, માંડવીમાં ૭૩, માંગરોળમાં ૧૮૨ જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો, બેનર સહિતની પ્રચાર સામગ્રી દુર કરીને આદર્શ આચાર સંહિતાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top