SURAT

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલ બ્રિજનું બાંધકામ સુરતમાં પૂર્ણ

સુરત: (Surat) મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (Rail Corridor) અંતર્ગત બુલેટ ટ્રેન (Bullet Train) પર સુરત શહેરમાં એન.એચ.એસ.આર.સી.એલ. દ્વારા નેશનલ હાઈવે નં. 53 (National Highway No.53) ઉપર સચીન-પલસાણા વચ્ચે ભાટિયા ટોલ નાકા પાસે 70 મીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલના બ્રિજનું બાંધકામ પુર્ણ થયું છે. આખા કોરીડોરમાં આ પહેલા સ્ટીલ બ્રિજનું બાંધકામ પુર્ણ થયું છે.

  • મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલ બ્રિજનું બાંધકામ સુરતમાં પૂર્ણ
  • નેશનલ હાઈવે નં. 53 ઉપર સચીન-પલસાણા વચ્ચે ભાટિયા ટોલ નાકા પાસે 70 મીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલના બ્રિજનું બાંધકામ પુર્ણ

સ્ટીલના 28 પુલમાંથી આ પહેલો પુલ છે જે એમ.એ.એચ.એસ.આર. કોરિડોરનો ભાગ હશે. આ સ્ટીલના પુલના નિર્માણમાં અંદાજે 70, 000/- એમ.ટી. સ્ટીલનો ઉપયોગ થવાનો છે. ધોરીમાર્ગો, એક્સપ્રેસવે અને રેલ્વે માર્ગને પાર કરવા માટે સ્ટીલના પુલ એ સૌથી યોગ્ય છે. તે અગાઉથી તૈયાર કરેલ કોંક્રીટ પુલથી વિપરીત, 40 થી 45 મીટર દુર સુધી ફેલાયેલા છે, જે નદીના પુલ સહિત મોટાભાગના વિભાગો માટે યોગ્ય છે. ભારત પાસે 100 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ભારે અંતરની અને સેમી-હાઈ સ્પીડ ટ્રેનો માટે સ્ટીલના પુલ બનાવવાની કુશળતા તો છે જ. આ પ્રથમ વખત છે જયારે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી શિંકનસેન બુલેટ ટ્રેનને ટેકો આપવા માટે સ્ટીલનો પુલ બનાવવામાં આવ્યો હતો અને સફળતાપૂર્વક અને ચોકસાઇ સાથે તેને લોન્ચ કરવામાં આવ્યો હોઈ.

પુલનું માળકું 1200 કિલોમીટર દૂર બનાવીને ત્યાંથી ટ્રેલરમાં પુલના સ્થળ પર લાવવામાં આવ્યો
દિલ્હી નજીક આવેલ હાપુડ જિલ્લાનું વર્કશોપ જે ભાટિયા ટોલ નાકાથી લગભગ 1200 કિમી દૂર છે, તેમાં તૈયાર થયા પછી, તે સ્ટીલનું માળખું, જેમાં લગભગ 700 ટુકડાઓ અને 673 મેટ્રિક ટનનો સમાવેશ થાય છે, તેને ટ્રેલરમાં ભરીને ભાટિયા ટોલ નાકા પાસે પુલના સ્થળ પર લાવવામાં આવ્યો હતો.

બાંધકામની જગ્યા પર, 12 થી 14 મીટરની ઉંચાઈના સ્ટીલના પુલ ને 10 થી 12 મીટર ઉંચા થાંભલાઓ ઉપર સ્ટેજિંગ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લગભગ 200 મેટ્રિક ટન વજનના લોન્ચિંગ નોઝને મુખ્ય પુલ એસેમ્બલી સાથે એસેમ્બલ કરવામાં આવ્યું હતું. પુલ એસેમ્બલીને હાઈવે પર સંપૂર્ણ ટ્રાફિક બ્લોક કરીને ખાસ ડિઝાઇન કરાયેલ પુલિંગ વ્યવસ્થા દ્વારા તેને લોંચ કરવામાં આવ્યું છે.

સ્ટીલના દરેક ઉત્પાદન બેચનું ઉત્પાદકના પરિસરમાં અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ (યુ.ટી.) દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્ટીલના પુલના નિર્માણમાં જાપાની ઈજનેર દ્વારા તૈયાર કરવામાં આવેલા ડિઝાઈન આકૃતિ મુજબ કટિંગ,ડ્રિલિંગ વેલ્ડિંગ અને પેઈન્ટિંગની અતિ-આધુનિક અને ચોક્કસ કામગીરી થાય છે. કોન્ટ્રાક્ટરને આંતરરાષ્ટ્રીય વેલ્ડિંગના એક્સપર્ટ દ્વારા વેલ્ડિંગ કરનારને અને તેનું નિરીક્ષણ કરનારને રોજગારી આપવાનું ફરજિયાત છે. દરેક પ્રયોગશાળામાં તૈનાત જાપાનીઝ આંતરરાષ્ટ્રીય વેલ્ડિંગના એક્સપર્ટ દ્વારા પણ વેલ્ડિંગની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવે સ્ટીલ ગર્ડર્સ માટે અપનાવવામાં આવેલી પેઇન્ટિંગ ટેકનિક ભારતમાં આ પ્રકારની પ્રથમ તકનીક છે. તે જાપાન રોડ એસોસિએશનની સ્ટીલ રોડ બ્રિજીસના કાટ સંરક્ષણ માટેની હેન્ડબુકની સી- 5 પેઇન્ટિંગ સિસ્ટમને અનુરૂપ છે.

Most Popular

To Top