SURAT

સેલવાસથી સુરત લઇ જવાતો હતો છ લાખનો દારૂ, પણ થયું કાંઈક આવું

ઉમરગામ: (Umargam) ભિલાડમાં દારૂ (Alcohol) ભરેલો આઇસર ટેમ્પો (Tempo) પકડાયો અને રૂપિયા છ લાખનો દારૂનો જથ્થો કબજે કરી ચાલકની પોલીસે અટક કરી હતી. યાર્નની આડમાં સંતાડીને દારૂનો જથ્થો સેલવાસથી સુરત (Surat) લઈ જવામાં આવી રહ્યો હતો. પ્રાપ્ત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, ભિલાડ પોલીસ સ્ટેશનના (Police Station) સ્ટાફના કર્મચારીઓ બુધવારે ભિલાડ ઇન્ડિયા પાડા નરોલી ચેકપોસ્ટ (Check) ઉપર ભિલાડમાં આવતાં જતાં વાહનોનું ચેકિંગ કરી રહ્યાં હતાં. તે દરમિયાન સેલવાસથી દારૂ ભરીને આવી રહેલો એક ટેમ્પોને પકડી પાડ્યો હતો.

  • યાર્નની આડમાં સેલવાસથી સુરત લઇ જવાતો છ લાખનો દારૂ ઝડપાયો
  • યાર્નની આડમાં સંતાડીને દારૂનો જથ્થો સેલવાસથી સુરત લઈ જવામાં આવી રહ્યો હતો
  • દારૂ, ટેમ્પો સહિત ભિલાડ પોલીસે 12.62 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ કરી

ટેમ્પોમાંથી વિસ્કીની કિંમત રૂપિયા 6 લાખ ધરાવતી બોટલોનો જથ્થો મળી આવતાં ટેમ્પોના ડ્રાઇવર રાજગીરી સીતારામ યાદવ (મૂળ રહે., બિહાર)ની અટક કરી હતી. જ્યારે માલ મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતાં. પોલીસે રૂપિયા 6 લાખની કિંમતનો દારૂનો જથ્થો, પાંચ લાખની કિંમતનો ટેમ્પો, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 12,62,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ ભિલાડ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

દમણ એક્સાઈઝ વિભાગે નાની દમણ જેટી પાસેના એક ગોડાઉનમાંથી દારૂની 2,544 બોટલ જપ્ત કરી
દમણ: સંઘ પ્રદેશ દમણ એક્સાઈઝ વિભાગે પ્રદેશમાં અવૈદ્ય રૂપથી દારૂનો જથ્થાનો સંગ્રહ કરનારા સામે લાલ આંખ કરી કાર્યવાહી કરી છે. ત્યારે 14 ડિસેમ્બરના રોજ એક્સાઈઝ વિભાગની ટીમ 4 વાગ્યાની આસપાસ પેટ્રોલિંગ કાર્ય કરી રહી હતી. એ દરમ્યાન એક શંકાસ્પદ ગાડી નં. (DD-03-K-6836)માં અવૈદ્ય દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યાની બાતમી મળતાં એક્સાઈઝ વિભાગની ટીમ વોચ ગોઠવીને બેઠી હતી.

એ દરમ્યાન ઉપરોક્ત નંબર વાળી ગાડી પસાર થતાં વિભાગની ટીમે તેનો પીછો કર્યો હતો. જ્યાં ગાડી નાની દમણના જેટી પાસેના એક ગોડાઉન પાસે જોવા મળી હતી. જ્યાં એક્સાઈઝ વિભાગની ટીમે ગોડાઉનમાં છાપો પાડતાં ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. વિભાગે ગોડાઉનમાંથી કુલ 2,544 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી એક્સાઈઝની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top