Gujarat

અરબી સમુદ્રમાં વાવાઝોડુ આકાર લેતા સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની બન્યો

ગાંધીનગર : અરબી સમુદ્રમાં મુંબઈથી (Mumbai) નીચે દક્ષિણ ભારતથી દૂર મધ દરિયે તોફાની વાવઝોડુ આકરા લેતા તેની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat) ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો છે. આજે વેરાવળ પાસે દરિયમાં કરંટ જોવા મળ્યો હતો.આ વાવાઝોડુ બેન્ગાલૂરૂ તરફ આગળ વધી રહયુ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદી આગાહી કરાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા તાકિદ કરાઈ છે. દરિયામાં રહેલુ વાવાઝોડુ સક્રિય છે, જેના પગલે માછીમારોને દરિયો ખેડવા નહીં જવા સૂચના અપાઈ છે. આજે દિવસ દરમિયાન રાજયમાં તાપી, છોટા ઉદેપુર, નર્મદા, અને ગીર સોમનાથમાં છૂટો છવાયો વરસાદ થયો હતો.

  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી

બીજી તરફ રાજયમાં ઠંડીના પ્રમમાં ઘટાડો નોંધાયો છે. જેમાં નલિયામાં સરેરાશ 14 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી છે.
અમદાવાદ એરપોર્ટ કેમ્પસમાં આવેલી હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 21 ડિ.સે., ગાંધીનગરમાં 20 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 21 ડિ.સે., સુરતમાં 25 ડિ.સે., ભૂજમાં 17 ડિ.સે., નલિયામાં 14 ડિ.સે., અમરેલીમાં 21 ડિ.સે., ભાવનગરમાં 22 ડિ.સે.,રાજકોટમાં 20 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 20 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top