Gujarat

અમિત શાહ ભાજપના ધારાસભ્યો સાથે ગાંધીનગરમાં મહત્ત્વની બેઠક કરશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચ્યા હતા. શાહે ઓગણજ પાસે પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી. બીજી તરફ અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપના (BJP) નવા ચુંટાયેલા ધારાસભ્યો સાથે મહત્ત્વની બેઠક યોજશે, જેમાં આગામી 100 દિવસ માટે વિકાસનાં કાર્યો કરવાનો રોડ મેપ તૈયાર કરવા અંગે ચર્ચા થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ સરકારના તમામ વિભાગોના વડાઓને પણ આગામી 100 માટે વિકાસનાં કાર્યો તથા ભાજપે ચૂંટણી વખતે પ્રજાને આપેલાં વચનો પૂર્ણ કરવા માટે મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરવા પૂર્વ તૈયારી શરૂ કરવા સૂચના આપી છે. શાહ આવતીકાલની બેઠકમાં ભાજપના નવા ચુંટાયેલા ઉમેજવારોને સંબોધન કરશે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top