SURAT

સુરત: એક વર્ષના બાળકનો હાથ લિફ્ટમાં ખેંચાઈને ખભાથી છૂટો પડી ગયો

સુરત(Surat): શહેરના વેસુ વિસ્તારમાં એક નવ નિર્મિત પ્રધાન મંત્રી આવાસની (PradhanMantriAawas) બાંધકામ સાઈટ (Construction Site) ઉપર એક વર્ષનું માસુમ બાળક લોડિંગ લિફ્ટની (Lift) અડફેટે આવી જતા જમણો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો. એટલું જ નહીં પણ ગંભીર રીતે ઘવાયેલા બાળકને કપાઈ ગયેલા હાથ સાથે સિવિલ લવાતા ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશનમાં લીધો હતો. પરિવારે જણાવ્યું હતું કે બાળક રમતા રમતા લિફ્ટ પાસે ચાલી ગયું હતું. હાલ બાળકની હાલત ગંભીર છે.

  • વેસુમાં નવ નિર્મિત આવાસના બાંધકામ સાઈડ ઉપર લોડિંગ લિફ્ટની અડફેટે આવતા એક વર્ષના બાળકનો હાથ કપાઈ ગયો
  • પરિવાર કપાઈ ગયેલો હાથ અને લોહી લુહાણ હાલતમાં બાળક ને લઈ સિવિલ દોડ્યું

રાજ કિશોર (સુપર વાઇઝર) એ જણાવ્યું હતું કે ઘટના પ્રધાન મંત્રી આવાસ યોજનામાં સવારે 9 વાગ્યાની આજુબાજુ બની હતી. બાળક રમતા રમતા લોડિંગ લિફ્ટના મશીન નજીક જતો રહ્યો હતો. ત્યાં લિફ્ટની અડફેટ લાગતા બાળકનો હાથ કચડાઈને ખભાથી છૂટો પડી ગયો હતો. બુમાબુમ થઈ જતા તાત્કાલિક ખાનગી વાહનમાં બાળકને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો.એક વર્ષથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 બિલ્ડિંગના કામ ચાલી રહ્યાં છે.

બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે મુકેશ રાવ આવાસની બાંધકામ સાઈટ પર કામ કરે છે, તેના બે સંતાન છે. જેમાં નાના પુત્ર પ્રિન્સ (ઉં.વ.1) આજે બાંધકામ સાઈટ ઉપર રમતા રમતા લોડિંગ લિફ્ટના મશીન પાસે ચાલી ગયો હતો. અચાનક લિફ્ટના મશીનમાં માસુમ પ્રિન્સ એ પહેલા કાપડનો કોઈ ભાગ આવી જતા હાથ ખેંચાઈ ને મશીનમાં કપાઈ છૂટો પડી ગયો હતો.

ઘટના બાદ બાળકના રડવાના અવાજ થી ભાગદોડ મચી ગઇ હતી. તાત્કાલિક સિવિલ લઈ આવ્યા હતા. બાળક બાદ માસુમ પ્રિન્સનો કપાઈ ગયેલો હાથ પણ સાથી મજૂર લઈ ને સિવિલ આવ્યો હતો. ખભાના ભાગેથી જ હાથ છૂટો પડી ગયો હતો. ઉપરાંત પ્રિન્સના માથા પર પણ ગંભીર ઇજા થઇ હતી. હાલ પ્રિન્સને ટ્રોમાં સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી ઓપરેશનમાં લેવાની ફરજ પડી છે.

Most Popular

To Top