SURAT

સુરત: મિલેનિયમ માર્કેટની ચાલુ લિફ્ટમાં આધેડનો હાથ ફસાઈ જતા દોડધામ મચી

સુરત: સુરતમાં (Surat) ફરી એકવાર લિફ્ટમાં (Lift) ફસાય જવાની ઘટના બની છે. સુરતના રિંગરોડ (Ring road) વિસ્તારમાં મિલેનિયમ માર્કેટમાં ચાલુ લિફ્ટમાં એક આધેડનો હાથ ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. માર્કેટમાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. પરંતુ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી તે પહેલા જ માર્કેટમાં હાજર લોકોએ લિફ્ટને કાપી આડેધનો બહાર કાઢી લીધો હતો.

  • રિંગરોડ મિલેનિયમ માર્કેટમાં આધેડનો હાથ ચાલુ લિફ્ટમાં ફસાયો
  • જાળીવાળી લિફ્ટમાં હાથ ફસાતા મોર્કેટમાં દોડધામ મચી
  • મોર્કેટમાં હાજર લોકોએ જાળીવાળી લિફ્ટ કાપી આધેડનો હાથ બહાર કાઢ્યો

મળતી માહિતી મુજબ સુરતના રિંગરોડ વિસ્તારમાં મિલેનિયમ માર્કેટના ત્રીજા માળે જાળીવાળી લિફ્ટી આવેલી છે. આજે સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ એક 60 વર્ષીય મુરલીધર પાટીલ કામદારનો હાથ જાળીવાળી લિફ્ટમાં ફસાઈ ગયો હતો. આધેડનો હાથ ફસાઈ જતા જ બૂમાબૂમ થઈ ગઈ હતી. હાથ ફસાઈ જતા જ માર્કેટમાં હાજર લોકો વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જો કે માર્કિટમાં હાઉસકિંપગ અને મેનેજરો દ્વારા ફાયર વિભાગની રાહ જોયા વગર જ આધેડની મદદમાં લાગી ગયા હતા. તેઓએ કટરની મદદ લોખંડની જાળી કાપી આધેડનો હાથ બહાર કાઢયો હતો. ત્યાર બાદ સ્થાનિકોની મદદથી મુરલીધર પાટીલને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા.

પર્વત પાટિયાના એપાર્ટમેન્ટની લિફ્ટમાં મહિલા ફસાઈ, ફાયરે દરવાજો કાપી બચાવી
સુરત: સુરતના (Surat) પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં (Lift) મહિલા ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના (Apartment) રહીશોએ ફાયર બ્રિગેડને (Fire Brigade) કોલ કરતા ફાયરના લાશ્કરો એપાર્ટમેન્ટ પર દોડી ગયા હતા. કોઈ પણ યુક્તિથી લિફ્ટનો દરવાજો ખુલી રહ્યો નહીં હોય આખરે ફાયરના જવાનોએ લિફ્ટના દરવાજાને કાપીને મહિલાને હેમખેમ (Rescue Women) બહાર કાઢી બચાવી હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં મહિલા ફસાઈ હતી. એપાર્ટમેન્ટમાં રહેતી 36 વર્ષીય મહિલા સોનલબેન ટેલર વહેલી સવારે 6.30 કલાકે લિફ્ટમાં નીચે ઉતરી રહી હતી ત્યારે એકાએક લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેના લીધે મહિલા અંદર ફસાઈ ગઈ હતી. પાવર જવાના લીધે લિફ્ટ અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે. આથી મહિલાએ બૂમાબૂમ મચાવી દીધી હતી. પ્રારંભમાં એપાર્ટમેન્ટના રહીશોએ મહિલાને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેવું શક્ય નહીં બનતા આખરે ફાયરને કોલ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top