Business

શેરબજારમાં ધબડકો, મહિનાઓની કમાણી એક જ દિવસમાં રોકાણકારોએ ગુમાવી

મુંબઈ: આજે તા. 13 માર્ચને બુધવારનો દિવસ શેરબજાર માટે ખરાબ રહ્યો હતો. સવારે પહેલાં સેશનમાં બજાર સારું રહ્યું હતું. તમામ શેર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા, પરંતુ ત્યાર બાદ એકાએક શું થયું કે શેરબજાર તૂટ્યું હતું. બજારનો એવો ધબડકો થયો કે મહિનાઓમાં જે કમાયા તે એક જ દિવસમાં ખલ્લાસ થઈ ગયું હતું.

આજે દિવસના અંતે સેન્સેક્સ 906 પોઈન્ટના ઘટાડા સાથે 72,761 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 338 પોઈન્ટ તૂટ્યો હતો. 21,997ના સ્તરે બંધ રહ્યો હતો.

સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 2,189 પોઈન્ટ (5.11%) ઘટીને 40,641 પર બંધ થયો હતો, જ્યારે મિડકેપ 1,646 પોઈન્ટ (4.20%) ઘટ્યો હતો. 37,591ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30 શેરમાંથી 23માં ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 7માં વધારો જોવા મળ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આજે સતત બીજા દિવસે 5%ની ઉપલી સર્કિટ લાગી હતી. એ રૂ. 2.15 (5.00%) વધીને રૂ. 45.20 પર બંધ થયો હતો. જેના લીધે શેરબજારનું માર્કેટકેપ ગઈ કાલે રૂ. 385.64 લાખ કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 371.69 લાખ કરોડ થયું છે, એટલે કે માર્કેટકેપમાં ₹14 લાખ કરોડનો ઘટાડો થયો છે.

પેટીએમથી લઈ અદાણી બધાના શેર્સ તૂટ્યાં
આ સમયગાળા દરમિયાન પેટીએમથી (Paytm) લઈને અદાણી (Adani) સુધીના બધા શેર્સ ખરાબ રીતે ક્રેશ થયા છે. જાહેર ક્ષેત્રની કંપનીઓ હાલત પણ ખરાબ છે. અચાનક શેરબજારમાં કડાકો થતાં રોકાણકારોને (Investors) સમજ પડી નહોતી કે શું થઈ રહ્યું છે. એકદમથી સમય, લાગણી બધું બદલાઈ ગયું હતું.

સવારે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું
બુધવારે શેરબજારે મજબૂત શરૂઆત કરી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને બજારો લીલા નિશાન પર ખુલ્યા હતા. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 247.61 પોઈન્ટ અથવા 0.34 ટકાના વધારા સાથે 73,915.57 પર ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી 61.70 પોઈન્ટ અથવા 0.28 ટકાના વધારા સાથે 22,397.40 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લગભગ 1281 શેરની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 948 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ત્યાર બાદ અચાનક માત્ર એક કલાકમાં જ સ્થિતિ બદલાઈ ગઈ હતી.

બપોરે 12 વાગ્યે, સેન્સેક્સ 690.47 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 72,977.60 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 262.40 પોઈન્ટના ઘટાડા સાથે 22,073 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 210 પોઈન્ટના ઘટાડા સાથે 47,072 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

શેરબજારમાં ઘટાડાની વચ્ચે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રૂપની લગભગ તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન એનર્જી લગભગ 9% ઘટી હતી, જ્યારે અદાણી ટોટલ ગેસ 7%, અદાણી એન્ટરપ્રાઇઝ 6%, અદાણી વિલ્મર 4%, અદાણી પોર્ટ 5%, અદાણી ગ્રીન સોલ્યુશન 4.5% અને અદાણી પાવર 5% ઘટ્યા હતા. IRFC 8%, NHPC 8%, Voda-Idea 7.5%, HAL 7%, RVNL 7%, પાવર ગ્રીડ 6%, LIC . 5.5%, Paytm 5%, કોલ ઈન્ડિયા 4%, NGC 4.5%, ટાટા પાવર 4.5%, IRCTC 4%, NTPC 5.5% ડાઉન ટ્રેડ થઈ રહ્યા છે.

Most Popular

To Top