SURAT

વિદેશનું મેડિકલ લાયસન્સ મેળવ્યા બાદ ભારતમાં FMGEની પરીક્ષા પાસ કરશે તો જ પ્રેક્ટિસ કરી શકાશે

સુરત: ચીનની (China) મેડિકલ કોલેજોમાંથી એમબીબીએસ (MBBS) કરનારા વિદ્યાર્થીઓ (Student) માટે સૂચના જાહેર કરાય છે. ચીન સહિતના વિદેશમાંથી એમબીબીસનો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓએ તે દેશનું મેડિકલ લાયસન્સ મેળવું પડશે. તે પછી જ વિદ્યાર્થીએ ભારતની એફએમજીઇ એટલે કે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામ આપવી પડશે. બે પ્રક્રિયા પાસ કરનારા વિદ્યાર્થીને જ ભારતમાં મેડિકલનું લાયસન્સ મળશે. ટૂંકમાં કહીયએ તો તે વિદ્યાર્થી ભારતમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરી શકશે.

સુરત શહેર સહિત ભારત દેશના 23 હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ ચીનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યાનો અંદાજ છે. તેવામાં જ ચીનની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને મુંઝવતા પ્રશ્નો ભારતીય દૂતવાસોને જાણવમાં આવ્યા હતા. જે પછી ભારત સરકારના વિદેશ મંત્રલાય દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે નેશનલ મેડિકલ કમિશનના 18 નવેમ્બર, 2021ના નવા નિયમ મુજબ વિદેશમાં એમબીબીએસનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓએ પહેલા તો તે દેશનું મેડિકલ લાયસન્સ મેળવવું ફરજિયાત છે. જો તે વિદ્યાર્થી લાયસન્સ મેળવવામાં ફેઈલ થાય છે તો તે ભારતમાં ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામમાં બેસવા લાયક ગણાશે નહીં.

ભારતમાં ડોક્ટરની પ્રેક્ટિસ કરવી હોય તો વિદ્યાર્થીઓએ જે તે દેશમાં અભ્યાસ કર્યો હોય તો તે દેશનું મેડિકલ લાયન્સ મેળવ્યાની સાથે જ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન પાસ કરવી પડશે. આમ, આ 2 પ્રક્રિયા પૂર્ણ નહીં થશે તો ભારતમાં વિદ્યાર્થી ક્યારે પણ ડોક્ટરની પ્રેક્ટિસ કરી શકશે નહીં એટલે કે દર્દીને દવા પણ લખી આપી શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ મેડિકલ કમિશને નિયમ ચીન સહિતના વિદેશમાં એમબીબીએસમાં કરનારા વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે માત્ર અંગ્રેજી મીડિયમમાં જ અભ્યાસ કરવો પડશે. વાત એમ છે કે ચીન સહિતના વિદેશમાં મોટાભાગની મેડિકલ કોલેજો સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવી રહી છે.

Most Popular

To Top