SURAT

સરકારે આરબીટ્રેટર નિમવાની ખાતરી આપતાં રાષ્ટ્રિયકૃત બેંકોનાં કર્મચારીઓની 19 નવેમ્બરની હડતાળ સ્થગિત

સુરત : રાષ્ટ્રિયકૃત બેંકોમાં (Bank) ઔદ્યોગિક સબંધી કથળતી હાલત દેશના કાયદા અને દ્વિપક્ષીય કરારનો અનાદર કરવા તથા ખાનગીકરણનાં વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના સંગઠનો દ્વારા જાહેર કરવામાં આવેલી 19 નવેમ્બરની હડતાળ (Strike) સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે, સરકારે આરબીટ્રેટર નિમવાની ખાતરી આપતાં રાષ્ટ્રિયકૃત બેંકોનાં કર્મચારીઓની 19 નવેમ્બરની હડતાળ સ્થગિત કરાઈ છે.

RBI, બેંકોના મેનેજમેન્ટે ખાનગીકરણની પ્રક્રિયા અટકાવવાની ખાતરી પછી સંવાદ શરૂ કરતાં હડતાળ મોકૂફ રાખી ચર્ચામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. બાર બેંકોમાં ઔદ્યોગિક સબંધમાં વિક્ષેપ લાવી, મેનેજમેન્ટ તરફથી બળતામાં ઘી હોમી કર્મચારીઓ પર ગેરકાયદે નીતિઓ ઠોકી બેસાડવા પાછળનો સરકારનો ઈરાદો કર્મચારીઓની ખાનગીકરણ સામેની લડાઈને જુદા રસ્તે ફંટાવવા કર્મચારીઓને બદલી અને પોસ્ટીંગ જેવા ક્ષુલ્લક પ્રશ્ને લડવા મજબુર કરવામાં આવે છે.

સોનાલી બેંક, ફેડરલ બેંક જેવી નાની બેકે કર્મચારીઓને નજીવા ગુના માટે નોકરીમાંથી રૂખસદ આપવામાં આવી છે. 25 વર્ષથી કાર્યરત કર્મચારીઓને રિ- ઓર્ગેનાઈઝેશનના નામે છુટા કર્યા છે. સંગઠનની રજુઆત હતી કે તેમને ચેન્નાઈથી દિલ્હી બદલી કરવામાં આવે, સેન્ટ્રલ બેંકમાં 4325 કર્મચારીઓની એક શહેરમાંથી બીજા શહેરમાં દ્વિ પક્ષીય કરારનું ઉલ્લંઘન કરી બદલી કરાઈ છે. કેરાલા ઉચ્ચ ન્યાયાલયનો હુકમ પણ માન્ય રાખ્યો નથી. એવો આક્ષેપ બેન્કિંગ યુનિયનો દ્વારા કરવામાં આવ્યો છે.

બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડીયા, કેનેરા બેંકમાં સફાઈનું કામ કરાર મારફત કરાવવાનું બેંકે નક્કી કર્યું છે. સરકાર પટાવાળાની કક્ષા જ નાબૂદ કરવા માંગે છે. બેંકમાં કેશ રેમીટન્સ એટલે કે મોટી સંખ્યામાં કેશ એક શાખામાંથી બીજી શાખામાં પહોંચાડવાની હોય તે કામ પણ કરારી કર્મચારીઓ મારફત કરાવવાનો જોખમી નિર્ણય પણ લેવામાં આવ્યો છે તે સહિતના મુદ્દે બે રાજ્યોની ચૂંટણી પૂર્વે સરકારે નરમ વલણ અખત્યાર કર્યું છે.

Most Popular

To Top