Gujarat

ધો. 6 થી 8 ની શાળાઓ આજથી શરૂ: પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી

કોરોના ( corona) મહામારીના કારણે સૌથી પહેલા રાજયભરની શાળા કોલેજો ( school college) બંધ કરવામાં આવી હતી . ત્યારે 11 મહિના સુધી બાળકોએ ઘરે રહીને ઓનલાઈન ભણતર ( online education) લીધું હતું. ત્યારે હવે કોરોની પકડ થોડી ધીમી પડી છે ત્યારે રાજ્ય સરકારે હવે શાળાઓ ખોલીને ધોરણ 6 થી 8 ( 6 to 8 ) ના બાળકોને ધારાધોરણો અને નિયમોના પાલન કરાવીને શાળાએ બોલાવ્યા છે. 11 મહિના બાદ આજથી ધોરણ 6થી 8ના વર્ગ શરૂ થઈ ગયા છે. શાળામાં મહામારીને ધ્યાનમાં રાખીને તેમનું થર્મલગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું અને તેમના વાલીને સંમતિપત્ર સાથે તેમને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે એ માટે એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યો હતો, સાથે ધોરણ 9થી 12ના વર્ગોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. અને શાળાઓને અગાઉથી જ સેનેટાઈઝ કરાઇ હતી. આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલી પાસેથી શિક્ષણ સંસ્થાએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસિસની હાલની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે.

સાથે જ જે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કોરોના સંક્રમિત છે તેઓને સ્કૂલમાં એન્ટ્રી ન મળે તેનું સતત મોનેટરિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સ્કૂલ બોર્ડની 362 સ્કૂલો આવેલી છે જેમાથી 300 સ્કૂલો તો માત્ર પૂર્વ વિસ્તારમાં જ આવેલી છે. શાળાઓ ચાલુ થયાની જાહેરાત બાદ વાલીઓ હજુ પણ અવઢવમાં છે કેમકે કોરોનાએ હજુ સુધી સંપૂર્ણ વિદાય લીધી નથી ત્યારે હવે બાળકોને શાળાએ મોલલવા કે કેમ?

ત્યારે બીજી બાજુ શાળા શરૂ થાય તે પહેલા જ શિક્ષકોને કોરોનાનો ચેપ ( corona positive) લાગતા ખળભળાટ મચી ગયો છે. સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મળતી વિગતો પ્રમાણે, પ્રાંતિજની એક્સપેરીમેન્ટર હાઈસ્કૂલ અને સર્વોદય હાઈસ્કૂલના શિક્ષકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આવતીકાલથી ધોરણ 6 થી 8 વર્ગો શરુ થાય તે પહેલા જ કોરોનાને લઈ ફફડાટ ફેલાયો છે.ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. બે શિક્ષકો અને નવ વિદ્યાર્થીઓ સહિત 11 કોરોના પોઝિટિવ આવ્યા છે. શાળાઓ ખુલતા જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા 1 અઠવાડિયા માટે બંધ કરાઈ છે. શાળામાં 11 લોકો કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top