Dakshin Gujarat

આ કંપનીના કર્મચારીઓને લઈને જતી બસ અચાનક પલટી જતાં દહેજ રોડ પર બૂમાબૂમ મચી ગઈ

ભરૂચ(Bharuch) : ભરૂચથી દહેજ (Dahej) GIDCમાં આવેલી SRF કંપનીમાં નોકરીએ જતા કર્મચારીઓની બસ (Bus) મંગળવારે સવારે પલટી ખાઈ ગઈ હતી. એકાએક અકસ્માત (Accident) થતા બસમાં સવાર કર્મચારીઓ પૈકી 15ને નાની મોટી ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદ્દનસીબે એક પણ કર્મચારીની હાલત ગંભીર નથી.

મંગળવારે વહેલી સવારે ભરૂચથી દહેજ GIDC સ્થિત SRF Limited કંપનીમાં જનરલ શિફ્ટની બસ આવવા રવાના થઇ હતી. ખાસ કરીને જનરલ શિફ્ટમાં તમામ કર્મચારીઓ બસમાં સેફ્ટીના પોઈન્ટ માટે અંદર બેઠા હતા. આ બસ એક્સાલ ગામેથી પસાર થતા હાઇવે રોડ પર પહોંચી હતી ત્યારે એકાએક ડ્રાઈવરે વાહન ઉપરથી કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી.

આ દુર્ઘટનામાં બસની અંદર બેઠેલા કર્મચારીઓમાં ભારે બુમાબુમ થઈ હતી. જો કે સ્થાનિકો તરત જ બચાવ કાર્યમાં કામે લાગેતા તમામ કર્મચારીઓ તમામને બહાર કાઢીને એકબીજાની કોઈને ઈજા થતા તાબડતોબ એમ્બ્યુલન્સની મદદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાથી હાશકારો અનુભવ્યો હતો.જો કે આ ઘટનામાં ૧૫ જેટલા કર્મચારીઓને નાની-મોટી ઈજા થઇ હતી. જો કે એક પણ કર્મચારીઓની હાલત ગંભીર નથી.

ભરૂચના શીતલ સર્કલ પાસે સુરતની કારમાં આગ લાગી
ભરૂચ: ભરૂચના શીતલ સર્કલ પાસે સુરત પાસિંગની કારમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી હતી. જો કે, આગની ઘટનામાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. રવિવારે રાત્રે ભરૂચ શહેરની શીતલ સર્કલ નજીક સુરત પાસિંગની એક કારમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કારમાં આગ લાગી હોવા અંગે વાહનચાલકોએ ભરૂચ નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગની ઘટનામાં કારચાલક સમયસૂચકતા વાપરી ગાડીમાંથી બહાર ઊતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના ભરચક વિસ્તારમાં આગની ઘટના બનતાં લોકો પણ ભયભીત બન્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

Most Popular

To Top